અમદાવાદઃ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનો આજે જન્મ દિવસ છે. લોકસભામાં ઉત્તરપ્રદેશ અને હવે મહારાષ્ટ્ર-હરિયાણા વિધાનસભામાં ભાજપને સફળતા મળતા અમિત શાહ હાલ દેશની રાજનિતીમાં પ્રભાવશાળી નેતા તરીકે ઉભરી આવ્યા છે. ગુજરાત કાળથી જ નરેન્દ્ર મોદીના વિશ્વાસુ એવા અમિત શાહના જન્મ દિવસ નિમિતે ભાજપના કાર્યકરો દ્વારા ઉજવણી કરાશે. જો કે જન્મ દિવસને લઈને કાર્યકરોમાં જેટલો ઉત્સાહ છે તેના વધુ ઉત્સાહ તેમના પરિવારમાં છે.
અમિત શાહના પરિવારમાં પત્ની સોનલબેન, પુત્ર જય અને પુત્રવધુ રિશીતા છે. જય અને રિશીતાની સગાઈ 13 જુલાઈના રોજ થઈ છે. અમિત શાહનો જન્મ 22 ઓક્ટોબર 1964માં મુંબઈમાં અનિલચંદ્ર શાહ નામના વેપારીના ઘરે થયો હતો. શરૂઆતમાં સ્ટોક બ્રોકર તરીકે કામ કરતા અમિત શાહની ગણના આજે દેશના શક્તિશાળી નેતાઓમાં થાય છે.


0 comments:
Post a Comment
GIVE A COMMENT