Friday, 24 October 2014

બોરભાઠાગામના બાઈક સવાર પરિવારને કાર ચાલકે ઉડાવી દીધો

સુરત, તા. ૨૩
ઓએનજીસી રોડ પર આજે બપોરે બાઈક સવાર બોરભાઠાગામના પટેલ પરિવારના ચાર સભ્યોને કાર ચાલકે અડફેટમાં ગંભીર રીતે ઘવાયા હતા. માતા-પિતા અને બે બાળકોને સારવાર માટે બાપ્સ હોસ્પિટલમાં ખસેડાયા હતા.
બનાવ અંગે ઇચ્છાપોર પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ બોરભાઠાગામમાં રહેતો અજીત ડાહ્યા પટેલ (૩૯) આજે બપોરે પત્ની શોભા (૩૨) અને બે સંતાન દિવ્યા (૧૦), યુગ (૭ માસ) સાથે બાઈક પર કામાર્થે નીકળ્યો હતો. દરમિયાન ઓએનજીસી રોડ પરથી પસાર થઈ રહેલા આ પરિવારને એક કાર ચાલકે અડફેટમાં ગંભીર રીતે ઘવાયા હતા. તમામને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે અડાજણની બાપ્સ હોસ્પિટલમાં ખસેડાયા હતા. બનાવની જાણ થતા ઇચ્છાપોર પોલીસ મથકના એ.એસ.આઈ. સી.એમ. પટેલે ઘટનાસ્થળે દોડી જઈ તપાસ આરંભી હતી. પટેલ પરિવારના ચારેય સભ્ય સારવાર હેઠળ હોવાનું તેમણે કહ્યું હતું.

0 comments:

Post a Comment

GIVE A COMMENT