Friday, 24 October 2014

હવે ભાવનગરના લોકોને પણ લાગ્યું ઓનલાઈન ખરીદીનુ ઘેલુ


ભાવનગર તા. 23/10/2014
છેલ્લા એક-બે વર્ષ ઓનાલઈન ખરીદીના પ્રમાણ ખુબ જ વધારો થયો છે અને હવે ભાવનગરના લોકોને પણ ઓનલાઈન ખરીદીનુ ઘેલુ લાગ્યુ હોય તેમ જણાય રહ્યુ છે. ઓનલાઈન ખરીદીમાં ગ્રાહકોને ફાયદો થાય છે તેથી ગ્રાહકો ઉત્સાહીત છે પરંતુ ભાવનગરના વેપારીઓને નુકશાન પહોંચી રહ્યુ હોવાનુ જાણવા મળેલ છે.
ભાવનગર સહિત દેશભરમાં હાલ ઓનલાઈન ખરીદીનો ક્રેર્ઝ વધ્યો છે અને ઓનલાઈન ખરીદીમાં લોકોને વસ્તુઓ પણ બજાર કરતા ઘણી સસ્તી મળી રહી છે તેથી ગ્રાહકો ઓનલાઈન ખરીદી તરફ આકર્ષાયા છે. મોબાઈલ, એલઈડી, કપડા, બુટ, ડ્રેસ, સાડી,ચશ્મા સહિતની વસ્તુઓ લોકો ઓનલાઈન મંગાવી રહ્યા છે, જેના કારણે ભાવનગરના વેપારીઓને ઘરાગીમાં ફટકો પડયો છે. ઓનલાઈન ખરીદીમાં લોકોને બજારની કીંમત કરતા ઘણો ફાયદો થાય છે તેથી ગ્રાહકો હાલ ઓનલાઈન ખરીદી તરફ વળી ગયા છે અને ચાલુ વર્ષે ખુબ જ ઓનલાઈન ખરીદી થઈ રહી છે. ઓનલાઈન ખરીદીનુ પ્રમાણ વધતા ભાવનગરની બજારમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે અને વેપારીઓ કચવાટ કરતા નજરે ચડી રહ્યા છે.
આગામી દિવસોમાં ઓનલાઈન ખરીદીનુ પ્રમાણ વધવાની શકયતા રહેલી છે તેથી હાલ વેપારીઓ મુંઝવણમાં મુકાય ગયા છે.

0 comments:

Post a Comment

GIVE A COMMENT