Friday, 24 October 2014

Review:'હેપી ન્યૂયર' જોવી કે નહિં જાણો એક ક્લિક પર


ફિલ્મ-હેપી ન્યૂ યર
એક્ટર્સ- શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ,અભિષેક બચ્ચન, બોમન ઈરાની, સોનુ સુદ,વિવાન શાહ
ડિરેક્ટર- ફરાહ ખાન
મ્યૂઝિક- વિશાલ એન્ડ શેખર
પ્રોડ્યુસર- શાહરૂખ ખાન
સ્ટાર્સ- 3 1/2


દુનિયાભરમાં દિવાળી અને નવ વર્ષની ઉજવણી વચ્ચે આજે બાદશાહ ખાન અને વર્ષની સૌથી મોટી ફિલ્મ 'હેપી ન્યૂ યર' રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મમાં તેની સાથે દીપિકા પાદુકોણ, વિવાન શાહ, જૈકી શ્રોફ, સોનૂ સૂદ મુખ્ય રોલમાં હતાં. મુખ્ય વાતઓ એ છે કે વર્ષો બાદ શાહરૂખ ખાન અને નિર્દેશક ફરાહ ખાનની જોડી આ ફિલ્મમાં જોવા મળી છે. હેપી ન્યૂયર ફિલ્મની વાર્તા છ લૂઝર્સની છે જે તેમનાં જીવનમાં કંઈ જ કરી શખયા નથી. પણ હવે તે કંઈક કરવાં ઈચ્છે છે. કંઈક એવું કે જેનાંથી તેઓ વિજય સાબિત થાય.

આ માટે તેઓ એક મોટી ચોરીનો પ્લાન બનાવે છે. એક એવ ચોરી જે અત્યાર સુધીની સૌથી અઘરી અને મોટી ચોરી છે. તે માટે તેઓ વર્લ્ડ ડાન્સ ચેમ્પિયનશિપમાં ભાગ લે છે. હવે ચોરી આ છ લોકોનાં જીવનમાં શું બદલાવ લાવે છે અને તેમને જીત અપાવે છે તેઓ લૂઝર જ રહે છે. તે જાણવા તમારે હેપી ન્યૂયર તો જવી જ પડશે. જોકે અમે આપને ફિલ્મની એવ કેટલાંક પોઈન્ટ્સ જણાવી દઈએ કે જે જાણ્યાં બાદ આપ જરૂરથી ફિલ્મ જોવા ઉત્સુક થઈ જશો.

શાહરૂખ ખાનનાં રોલની સમિક્ષા કરવી અઘરી છે. તો પણ જો કરવામાં આવે તો તે સિલ્વર સ્ક્રીનનો બાદશાહ છે. સ્ક્રિન પર આવે એટલે તે જાદુ ચલાવી દે છે. રોમેન્ટિક સીન્સમાં તો તેની સરખામણી કઈની સાથે શક્ય નથી. ફિલ્મમાં એક્શન સિન્સ મોટા લેવલ પર શૂટ થયા છે જે એક્શન લવર્સને પસંદ પડશે.

દીપિકા પાદુકોણ ફિલ્મમાં મોહિનીનો રોલ ફક્ત અદા નથી કર્યો તેણે તે જીવ્યો છે. તેનો ડાઈલોગ અને ભાવ તેને મોહિની બનાવે છે. ચેન્નઈ એક્સપ્રેસ બાદ હેપી ન્યૂયરમાં પણ દીપિકા અને શાહરૂખ ખાનની જોડી જામે છે.

મ્યૂઝિક- હેપી ન્યૂ યરનું મ્યૂઝિક પહેલેથી જ લોકને પસંદ છે. હમ ઈન્ડિયા વાલે.. અને મનવા લાગે... લોકોનાં મોઢે ચઢી ગયું છે તે ઉપરાંત સટકલી, લવલી,કમલીનાં મ્યૂઝિક પણ લોકોને પસંદ કર્યાં છે. વિશાલ શેખરનું સંગીત અને ઈર્શાદ કામિલનાં બોલ જાદુ ચલાવે છે.

ફિલ્મ જોવી કે નહિં
લાંબા સમય બાદ બોલિવૂડનાં બાદશાહ શાહરૂખ ખાન અને ફરાહ ખાનની ફિ્લ્મ આવ છે. તેમાં પણ ન્યૂયરનો માહોલ. પરિવાર સાથે જોવા લાયક સારી ફિલ્મ છે.

0 comments:

Post a Comment

GIVE A COMMENT