- સ્વિસ બેંકનું ભારત સરકારને મદદ કરનારું નિવેદન મહત્વપુર્ણ
- આ જાણકારી સ્વિટઝર્લેન્ડ સરકારે આપી છે
ભારતીયોનાં વિદેશમાં જમા કાળાં નાણાં પાછા લાવવામાં ખુદ સ્વિસ બેંક ભારત સરકારને મદદ કરશે. આ જાણકારી સ્વિટઝર્લેન્ડ સરકારે આપી છે. સાથે જ ખાતરી આપી છે કે, આ વિશે ટેક્નિકલ સુધારા પણ કરવામાં આવશે.
સ્વિસ બેંકનું ભારત સરકારને મદદ કરનારું નિવેદન એટલા માટે મહત્વપુર્ણ છે કે, તાજેતરમાં સરકારે કાળાં નાણાં માટે નવો કાયદો બનાવ્યો છે જેમાં કડક સજાની જોગવાઈ છે. જો કે આ ખરડાને હજુ રાષ્ટ્રપતિ તરફથી લીલી ઝંડી મળવાની રાહ જોવાઈ રહી છે.
સરકાર તરફથી અગાઉથી જ કેટલાક કાળાં નાણાં જમા કરનારના નામ આવી ગયા હતા જેઓને જાહેર પણ કર્યા હતા, પરંતુ તમામ નામોનો ખુલાસો ન્હોતો કરવામાં આવ્યો.
0 comments:
Post a Comment
GIVE A COMMENT