હિન્દુ જનજાગરણ સમિતિની માગણી
એ અશ્લીલતાનો પ્રચાર કરે છે
પોતાને હિન્દુવાદી સંસ્થા ગણાવતી હિન્દુ જનજાગરણ સમિતિએ અભિનેત્રી સની લિયોન અશ્લીલતાનો પ્રચાર કરી રહી હોવાથી એને દેશનિકાલ કરવાની માગણી કરી હતી.
મુંબઇના ઉપનગર ડોમ્બીવલીના પોલીસ સ્ટેશનમાં સની વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં સમિતિના પ્રવક્તાએ કહ્યંુ હતું કે એક ઇન્ટરનેશનલ પોર્ન સ્ટાર આપણા દેશમાં રહીને યુવા પેઢીને અવળે રસ્તે ચડાવી રહી છે જે આપણા સંસ્કાર અને આપણી રહેણીકરણી કરતાં વિપરીત છે. સનીને દેશનિકાલ કરવી જોઇએ.
સમિતિના પ્રવક્તા ઉદય ધુરીએ કહ્યું હતું કે અમે ડોંબીવલી પોલીસ સ્ટેશનના વડા સુનીલ શિવરકર કને ફરિયાદ નોંધાવી છે કે પોતાની વેબસાઇટ દ્વારા સની લિયોન યુવા પેઢીને ગેરમાર્ગે દોરે એવી અશ્લીલતાનો પ્રચાર કરી રહી છે. આ રીતે એ મહિલાએાને બદનામ પણ કરી રહી છે.
ધુરીએ વધુમાં એવી માહિતી આપી હતી કે અમે છેલ્લા એક સપ્તાહમાં મહારાષ્ટ્ર અને ગોવાના ડઝનબંધ જિલ્લાના પોલીસ સ્ટેશનમાં ફરિયાદો નોંધાવી છે પરંતુ પોલીસે કોઇ પગલાં લીધાં નથી. અમારી ફરિયાદને ગંભીરતાથી નહીં લેવામાં આવે તો અમારે આંદોલન કરવું પડશે.
0 comments:
Post a Comment
GIVE A COMMENT