- 14-5-2015 ની KKR VS MIની મેચમાં ગાવસ્કરે બીગ બી અને સચિન સાથે વાતચીત કરી
- 'હું કલકત્તાનો જમાઈબાબૂ છુ, પરંતુ મારુ દિલ મુંબઈ સાથે છે'
અમિતાભ બચ્ચન વિશે કદાચ જ એવું કોઈ રહસ્ય હશે જે તેમના ચાહકોને ખબર નહીં હોય. પરંતુ મુંબઈ ઈન્ડિયન્સ અને કલકત્તા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાયેલી મેચમાં અમિતાભ વિશે એક એવી જાણકારી મળી કે જે વધારે લોકો નહીં જાણતા હોય.
મુંબઈ ઈન્ડિયન્સ અને કલકત્તા નાઈટ રાઈડર્સની મેચમાં 8મી ઓવર દરમ્યાન પૂર્વ ક્રિકેટર સુનીલ ગાવસ્કરે અમિતાભ બચ્ચન અને સચિન તેંદુલકર સાથે વાતચીત કરી. ગાવસ્કરે સચિનને કેટલાક સવાલો પુછ્યા અને તેણે જણાવ્યું કે, અમિતાભ બચ્ચન જબસજસ્ત ફિલ્ડર અને ડાબા હાથનાં ફાસ્ટ બોલર હતા.
સચિન તેંદુલકરનાં હાવભાવ પરથી સ્પષ્ટ દેખાતું હતું કે આ તેમનાં માટે એકદમ નવી જાણકારી છે. તેનાંથી રહેવાયું નહીં અને વાતનો સ્વીકાર પણ કરી લીધો કે તેણે પહેલા આ વાતની જાણકારી ન્હોતી. આ ખરેખર જોરદાર વાત છે.
સાથે જ સચિને આ જાણકારી પર ચુટકી લેતા અમિતાભ બચ્ચન તરફ ઈશારો કરીને કહ્યું કે, 'નવી શરુઆત માટે હજુ મોડું નથી થયું.' આ જવાબ પર અમિતાભ અને ગાવસ્કરે ખોંખારો લગાવ્યો હતો.
ગાવસ્કરે અમિતાભને એ પુછીને પરેશાનીમાં નાખી દીધા કે તે કોનાં પ્રત્યે વફાદાર છે તેમના હોમગ્રાઉન્ડ મુંબઈ કે પછી સાસરુ કલકત્તા? તેનો બહુ રસપ્રદ જવાબ આપ્યો બિગ બીએ, 'હું કલકત્તાનો જમાઈબાબૂ છુ, પરંતુ મારુ દિલ મુંબઈ સાથે છે કેમ કે હું અહીંયાથી જ છું.'
0 comments:
Post a Comment
GIVE A COMMENT