M.Sc. M.Phil થયેલા અને Ph.d. કરતા અભિષેક શર્માની
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દેશવ્યાપી સ્વચ્છતા અભિયાન, સફાઇકાર્ય પ્રત્યેની ઇમાનદારી અને વિચારધારાથી પ્રભાવિત થઇને હું ભારતની સાયકલયાત્રાએ નીકળ્યો છું. મારી આ લાંબી સફર યાત્રામાં અનેક લોકો જોડાતા ગયા છે અને છૂટા પડતા ગયા છે. મેં અકેલા ચલતા ગયા ઔર કારવાં બનતા ગયા....
આ શબ્દો છે ઉત્તરપ્રદેશના ફતેહગઢ - ફરૃખાબાદના અભિષેક શર્મા. જે એમએસસી, એમફિલ (એન્વાયર્નમેન્ટ) ડિગ્રી ધરાવે છે અને હાલમાં તેમનું પીએચડી ચાલુ છે. ઉત્તરપ્રદેશની એક જાણીતી કંપનીમાં નોકરી કરે છે અને એક વર્ષની રજા લઇને વડાપ્રધાનના સ્વચ્છતા અભિયાનને વેગ આપવા, લોકોમાં જાગૃતિ લાવવા સાયકલ પર ભારતની યાત્રાએ નીકળ્યા છે. તેમની સાથે અમેરિકાની યુવતી ડેનિયલ પણ જોડાઇ છે. જે ન્યુયોર્કમાં બિઝનેશ ડેવલપર છે. બંને સાહસિક સાયકલવીર આજે વડોદરા આવી પહોંચ્યા હતા. અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે બંનેનું મેયર ભરત શાહે સન્માન કર્યું હતુ.
વર્ષ ૨૦૧૪ ૧૦મી નવેમ્બરે સાયકલ યાત્રાનો પ્રારંભ કર્યો તે પૂર્વે અભિષેક વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતો. અને સ્વચ્છતા અભિયાનની પ્રભાવિત થયો હોય, આ વિશે લોકોમાં જાગૃતિ લાવવા ભારતની સાયકલ યાત્રાની ઇચ્છા દર્શાવી હતી. અત્યાર સુધીમાં તે ૧૦ રાજયનો ૭૨૦૦ કિમીનો સાયકલ પર પ્રવાસ કરી ચૂક્યો છે. ગુજરાતમાં ગઇ તા.૪ના રોજ રતનપુર બોર્ર પરથી પ્રવેસ કર્યો હતો. હવે આવતીકાલે ભરૃચ, સુરતના માર્ગે પ્રમાણ કરી ૧૧મુ રાજય મહારાષ્ટ્ર પહોંચશે.
હું મહારાષ્ટ્રથી ગોવા, કર્ણાટક, કેરાલા, તમિલનાડુ, આધ્રપ્રદેશ , તેલંગાણા, છત્તીસગઢ એ રીતે કાંઠાના માર્ગે આગળ વધીને આશર ૨૦ હજાર કિલીનો પ્રવાસ પૂરો કરીને નવેમ્બર, ૨૦૧૫ માં વડાપ્રધાનને દિલ્હીમાં મળીશ, એમ કહેતા અભિષેકે ઉમેર્યું હતું કે મારી સાયકલયાત્રા કે જેને હું 'અનસર્ટેઇન જર્ની' કહું છે તેમાં અત્યાર સુધીમાં ઘણાં સાયકલસવારો જોડાયા છે અને મને સહયોગ આપી રહ્યા છે. હાલ મારી સાથે અમેરિકાની ડેનિયલ જોડાઇ છે. જે રાજસ્થાનના ઉદયપુર ખાતે ટુર પર આવી હતી. મને તે ત્યાં મળી હતી. મેં મારા આ મિશન વિશે તેને માહિતગાર કરતા તે પ્રભાવિત થઇ હતી અને મારી સાથે ઉદયપુરથી જોડાઇ છે. તેનો વિઝા ૬ મહિનાનો ચે. મારી સાથે પ્રવાસમાં ક્યાં સુધી રહેશે તે નિશ્ચિત નથી.
અમારૃં મુખ્ય લક્ષ્ય શાળાકોલેજોના વિદ્યાર્થીઓ પર રહે છે. તેઓને સફાઇ- સ્વચ્છતા મુદ્દે પ્રવેચન આપીએ છીએ. અત્યાર સુધીમાં ૧૧૪૨ પ્રવચનો યોજીને ૬.૯૦ લાખ બાળકોને જાગૃત કરવાની કોશિશ કરી છે. બાળકોને સફાઇ સ્વચ્છતાનો મેસેજ આપવા ૨૦ લાખ પેમ્ફલેટ્સ ૫૯૦૦ ગામની મુલાકાત દરમિયાન વહેંચ્યા છે. તેમ અભિષેકે કહ્યું હતું.
અભિષેક સાથે અમેરિકાની યુવતી ડેનિયલ જોડાઇ
ભારતમાં સ્વચ્છતા માટે લોકોએ સ્વયંશિસ્ત જ કેળવવી પડશે
સ્વચ્છતા ઉપરાંત વિશ્વશાંતિ પર ભાર મૂકતી ડેનિયલ
વડોદરા,શુક્રવાર
અભિષેક સાથે ઉદયપુર જોડાયેલી અમેરિકન યુવતી ડેનિયલ ફેઝલરી કહે છે, વિશ્વને પોતાનુ કુટુંબ માની હું સાયકલ યાત્રામાં જોડાઇ છે અને કુટુંબના સભ્યોને માહિતી આપી તેઓને સફાઇ પ્રત્યે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરીશ. વિશ્વ શાંતિ એ મારો ઉદ્દેશ્ય છે. ભારત એક સાંસ્કૃતિક દેશ છે અને આ દેશ મને ખૂબ જ ગમે છે. લોકોનો અનુભવ મને સારો થયો છે. લોકો અમને આવકાર પણ આપે છે.
અમેરિકામાં સ્વચ્છતા બાબતે અને જ્યાં ત્યાં કચરો નહીં ફેંકવા કડક નિયમો છે અને તે માટે પેનલ્ટી વસૂલ કરવામાં આવે છે. જો કે લોકોમાં આ માટે સ્વયંશિસ્ત કેળવાયેલી છે. ભારતમાં કડક નિયમો તો જોઇએ તેની સાથે સાથે લોકોએ સ્વયંશિસ્ત કેળવવી પડશે.
અમે બાળકો અને વિદ્યાર્થીઓ કે જેઓ ભારતના ભાવિ નાગરિકો છે તેઓને સમજાવીને લોક જાગૃતિ લાવવાનો પ્રયાસ કરીએ છીએ. ભારતમાં આ અભિયાન સફળ થશે, પણ ઘણો સમય નીકળી જશે. લોકોમાં હજી જાગૃતિ જરૃરી છે. અમે સ્વચ્છતાની સાથે સાથે વિશ્વશાંતિ પર પણ ભાર મૂકી રહ્યા છીએ, તેમ ડેનિયલનું કહેવું છે.
0 comments:
Post a Comment
GIVE A COMMENT