હાલમાં દુનિયામાં સેલ્ફી ખેંચાવાનો અનોખો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. એક યુવતીએ સેલ્ફી પડાવાના ચક્કરમાં પોતાનો જીવ ગુમાવો પડ્યો હતો. રોમાનિયાની એક યુવતી ટ્રેન ઉપર ચઢીને સેલ્ફી પડાવવાનો પ્રયાસ કરતાં તેનું મૃત્યુ થઇ ગયું હતું. અન્ના ઉર્સુ ફેસબુક ઉપર અપલોડ કરવા માટે ખાસ સેલ્ફી પડાવવા માંગતી હતી. આની માટે પોતાના એક મિત્ર સાથે શહેરમાં આવેલા એક રેલવે સ્ટેશનમાં પહોંચી હતી.
અન્ના ઉર્સુ ખાસ સેલ્ફી પડવવા માટે ટ્રેન ઉપર ચઢી ગઇ હતી. ત્યારે ટ્રેન ઉપરથી પસાર થતા 27 હજાર વોલ્ટના હાઇટેન્શન લાઇવના કારણે કરંટ લાગ્યો હતો. આ કરંટના કારણે તે આંખના પલકારામાં બળી ગઇ હતી. આ કરંટ એટલો જોરદાર હતો તેની મિત્ર પણ ટ્રેનથી દૂર ફેંકાઇ ગઇ હતી. આ આખી ઘટના એક યુવીતે જોઇ હતી અને ત્યાર પછી મહિલાએ છોકરી બચાવવા માટે કૂદી પડી હતી.
કરંટના કારણે ગંભીર રીતે ઘાયલ થયેલી બંને યુવતીઓને વિમાનમાં હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. જ્યાં અન્નાને મૃત જાહેર કરવામાં આવી હતી. કરંટ લાગવાથી અન્નાનો 50 ટકાથી વધારે શરીરનો ભાગ બળીને ખાખ થઇ ગયો હતો. |
|
0 comments:
Post a Comment
GIVE A COMMENT