પ્રાઇવેટ હોસ્પિટલમાં ઓપરેશન કરાવાનું એક કિશોરને ભારે પડ્યું. પ્રાઇવેટ હોસ્પિટલમાં ઓપરેશન દરમિયાન ડોક્ટરે 13 વર્ષના કિશોરની એક કિડની નિકાળી લીધી હતી. આની જાણકારી કિશોરના પરિવારને બે વર્ષ પછી જ્યારે મુંબઇની હોસ્પિટલમાં નિદાન કરાવવા ગયા ત્યાર થઇ હતી.
નવાબાદના શિવાજી નગરમાં રહેનાર રાજૂ વંશકારે 2013માં દીકરા રંજીતને પેટમાં દુખાવો થતો હોવાથી સારવાર અર્થે મેડિકલ કોલજની પાસે આવેલા નર્સિંગહોમમાં કરાવી હતી. નર્સિંગહોમના ડોક્ટરે રંજીતના પેટમાં ગાંઠ હોવાનું કહીને તેનું ઓપરેશન કર્યું હતું. આ ઓપરેશન પછી થોડા મહિનાઓ સુધી રંજીતને કોઇ પણ જાતનો દુખાવો થયો નહી. બે વર્ષ પછી ફરીથી પેટમાં દુખાવવાની ફરિયાદ શરૂ થઇ ગઇ હતી.
રંજિતને પેટમાં દુખાવવાની ફરિયાદ કરતાં મુંબઇની હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા હતા. મુંબઇના ડોક્ટરે રંજીતની તપાસ કરીને તેની એક કિડની નિકાળી દેવામાં આવી હોવાનું જણાવ્યું હતું. ડોક્ટરની વાત સાંભળીને પરિવારજનો ડગાઇ ગયા હતા. રંજિતના પરિવારે નર્સિંગહોમના ડોક્ટરની ફરિયાદ એડીએમ અને સીએમઓને કરી છે. જેની હાલમાં તપાસ થઇ રહી છે. |
|
0 comments:
Post a Comment
GIVE A COMMENT