ઈન્ટરનેટનો ઉપયોગ જો તમે તમારા ઈમેઈલ, ફેસબુક, ટ્વિટર કે અન્ય વેબસાઈટનો ઉપયોગ જો તમે તમારા મનોરંજન કે ટાઈમ પાસ માટે જ કરતા હોય તો તમે તેની સાથે પૈસા પણ કમાઈ શકો છો. શું તમે જાણો છો કેવી રીતે?
તમે જેટલો સમય ઈન્ટરનેટ પર વ્યતિત કરતા હોય તેટલો જ સમય તમે વિતાવશો. ફરક એટલો જ છે કે તમે માત્ર તમારું મનોરંજન પહેલા કરતા હતા અને હવે તમે મનેરંજનની સાથે સાથે પૈસા પણ કમાઈ શકશો. તમારું જ્ઞાન પણ વધશે. એ માટે તમને જે વિષયમાં રૂચિ હોય કે જ્ઞાન હોય તેને લોકોમાં વહેંચવું પડશે. જે એક બ્લોગ દ્વારા શક્ય બને છે. તે બ્લોગ જ તમારા પૈસા કમાવાનું સાધન બનશે. તો ચાલો જાણીએ કેવી રીતે બ્લોગ દ્વારા ઈન્ટરનેટ વડે કમાઈ શકાય પૈસા.
Google Ad sense દ્વારા દુનિયામાં સૌથી વધુ પૈસા વહેંચનાર હોય તો તે છે Ads network. તમારે એટલું કરવાનું છે કે જ્યારે તમે તમારો બ્લોગ બનાવી લો ત્યારે તમારે Google Ad senseમાં Apply કરવાનું છે. તેને Google દ્વારા માન્યતા પ્રાપ્ત થાય એટલે તમારે તમારા બ્લોગમાં Googleની Advertisement કરવાની છે. એટલે કે તમારે Google Ad sense દ્વારા કરવામાં આવેલી જાહેરાતનો કોડ તેમાં લગાડવોનો રહેશે. તેનાથી તમારા બ્લોગ પર ગુગલની એડ જોવા મળશે. તે દ્વારા તમે પૈસા કમાવા લાગશો. ગુગલ પૈસા દર મહિને તમારા એકાઉન્ટમાં જ સીધા જમા કરાવી દેશે. જો તમે ચેક દ્વારા ભરપાઈ ઈચ્છશો તો તમને દર મહિને ચેક તમારા ઘરે પહેંચી જશે. આ માટે ગુગલે એક શરત રાખી છે. જ્યારે તમે તમારા એકાઉન્ટમાં 100$ ભેગા થશે ત્યારે પૈસા મોકલશે. માની લો કે આ મહિને તમારા એકાઉન્ટમાં 75 ડોલર ભેગા થયા તો ગુગલ આ મહિને પૈસા મોકલશે નહિ. આગલા મહિને જ્યારે તમે જેટલા પણ કમાશો તે તેમાં ઉમેરાશે. બંને મહિના ભેગા થઈને 100 ડોલરથી વધુ રકમ થઈ જશે તો તમને પેમેન્ટ મળી જશે.
બીજો રસ્તો છે અફિલિએટ માર્કેટિંગ દ્વારા Affiliate Marketing દ્વારા પણ તમે ખાસ્સા પેસા કમાઈ શકો છો. Affiliate Marketing આજકાલ સારી એવી આવકનો સ્ત્રોત બની રહે છે. કેટલાંક લોકો આ રીતે હજ્જારો નહિં પણ લાખો રૂપિયા કમાય છે. આજકાલ Affiliate Marketing દ્વારા મોટાભાગે દરેક કંપની પોતાના Affiliateને પૈસા આપે છે. આ પધ્ધતિ મોટેભાગે ઓનલાઈન વેચાણ કરનારી કંપનીઓ અપનાવતી હોય છે. - જેવીકે Flipkart, eBay, Amazone, Yepme, Snapdeal, HomeShop18, Booking.com, VIA, Make my Trip, Yatra.com, Bigrock, Hostgator, Arvixe, BlueHost વિગેરે વિગેરે. તમારે ન તો કોઈ પ્રોડક્ટ વેંચવી પડે છે કે ન તો તમારે કોઈ અન્ય ગ્રાહકો બનાવવાના હોય છે. તમારે માત્ર કંઈ કરવાનું હોય તો તે છે કે તમારે એક Affiliate account ખોલવાનું હોય છે ત્યાંથી તેમની પ્રોડક્ટનો Advertisement Code પોતાના બ્લોગમાં લગાવવો પડે છે. કોડ લગતાની સાથે જ તમારા બ્લોગ પર એડ ચાલુ થઈ જશે. જ્યારે કોઈ પણ વ્યક્તિ તમારા બ્લોગની મૂલાકાત લે ત્યારે તે એડ પર ક્લિક કરે તો તે વિઝિટર સીધો જ કંપનીની વેબસાઈટ પર પહોંચી જાય છે. તે પોતાની પ્રોડક્ટ શોધે છે અને તેની ઓનલાઈન ખરીદી કરે છે. તેની કિંમતનો કેટલોક હિસ્સો તમને મળે છે. |
|
0 comments:
Post a Comment
GIVE A COMMENT