Saturday, 16 May 2015

નચ બલિયેમાં ઐશ્વર્યાએ થપ્પડ મારી સોજાડી દીધો પતિનો ગાલ!

- પ્રિતિ ઝિંટા અને ચેતન ભગત જોતા જ રહી ગયા...

- લાફો એટલો જોરદાર હતો કે ચહેરો સોજી ગયો



ડાન્સ રિયાલિટી શો નચ બલિયેની સાતમી સીઝન ઘણી ચર્ચામાં રહી છે. ક્યારેક જજ ચેતન ભગતની કોમેન્ટ્સ તો ક્યારેક સ્પર્ધકને લઈને ઘણું ચર્ચામાં રહ્યું છે.

જાણવા મળ્યું છે કે ટીવી અભિનેત્રી ઐશ્વર્યા સખુજા અને તેના પતિ રોહિત નાગે તેમનું ડાન્સ પર્ફોમન્સ સારુ બનાવવા માટે જાતે જ લાફા મારીમારીને ગાલ સોજાડી દીધો છે. શોનાં સેટ સાથે જોડાયેલા એક સુત્ર પ્રમાણે, રોહિત-ઐશ્વર્યા તેના ડાન્સ માટે લાફો મારવાના બદલે ખુદને હકીકતમાં લાફો માર્યો જેનાથી તેનો ગાલ પર સોજો આવી ગયો. સુત્ર પ્રમાણે લાફો એટલો જોરદાર હતો કે રોહિતનો ચહેરો સોજી ગયો.

ત્યારે શોના જજ અભિનેત્રી પ્રિતિ ઝિંટા, ચેતન ભગત અને કોરિયોગ્રાફર મરજી પેસ્ટોંઝી આ પરફોર્મન્સને જોઈને ચોંકી ગયા. જજે પર્ફોમન્સ જોઈ કહ્યું કે બન્ને કપલ આ અભિનયને હકીકતમાં કરવાના બદલે નાટક પણ કરી શકતા હતા.

0 comments:

Post a Comment

GIVE A COMMENT