Saturday, 16 May 2015

સપ્તાહમાં 6 દિવસ દરરોજ અડધો કલાકનો વ્યાયામ ઘટાડે છે મૃત્યુનું જોખમ

- અડધો કલાકથી ઓછો વ્યાયામ કરનારમાં મૃત્યુના જોખમમાં કોઈ ઘટાડો જોવા ન મળ્યો




વૃદ્ધ વ્યક્તિ જો સપ્તાહનાં છ દિવસોમાં દરરોજ અડધો કલાક વ્યાયામ કરે, તો કોઈ પણ કારણથી તેમના મૃત્યુનું જોખમ 40% સુધી ઘટી જાય છે. એક નવા અભ્યાસમાં આ વાત સામે આવી છે.

તારણો મુજબ, વૃદ્ધોને વ્યાયામ પ્રત્યે ઉત્સાહિત કરવા તેમના સ્વાસ્થ્ય માટે ધુમ્રપાન છોડ્યા જેટલું સારુ છે. 15 હજાર લોકો પર કરાયેલા વિશ્લેષણમાં દરરોજ અડધો કલાકથી ઓછો વ્યાયામ કરનારમાં કોઈ પણ કારણથી મૃત્યુના જોખમમાં કોઈ ઘટાડો જોવા ન મળ્યો. પરંતુ આ સમયગાળો દરરોજ એક કલાકથી વધારતા જોખમમાં 32થી 56 ટકાનો ઘટાડો જોવા મળ્યો.

ત્યારે બીજી તરફ દરરોજ એક કલાકથી ઓછો વ્યાયામથી હ્રદય સાથે સંબંધિત બિમારીઓ તથા કોઈ અન્ય કારણોથી થતા મૃત્યુમાં 23થી 37 ટકાનો ઘટાડો જોવા મળ્યો. જેમ જેમ સખત વ્યાયામના સમયગાળામાં વધારો થાય છે, જોખમમાં 36થી 49 ટકાની વચ્ચે ઘટાડો આવે છે.

લેખક પ્રમાણે, એવા લોકો જે મધ્યમથી સખત વ્યાયામ કરે છે, તે નિષ્ક્રીય રૂપે જીવન જીવતા લોકોની સરખામણીમાં પાંચ વર્ષ વધારે જીવે છે. આ અભ્યાસ બ્રિટિશ જર્નલ ઓફ સ્પોર્ટ્સ મેડિસિનમાં પ્રકાશિત થયો છે.

0 comments:

Post a Comment

GIVE A COMMENT