નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન
અમેરિકાનો મેટ સ્ટુટ્ઝમેન ૯૦ મીટર દૂરથી એક રૃપિયાના સિક્કા જેવડા લક્ષ્યને વિંધી શ
અંગૂઠાની મદદ વિના તીરંદાજીમાં નિપૂર્ણતા મેળવનારો એકલવ્ય તો વિશ્વભરના વિદ્યાર્થીઓનો આદિ ગુરુ છે જ, પણ આધુનિક એકલવ્ય તરીકેની ઓળખાણ અમેરિકાનો પેરાલિમ્પિક સ્ટાર મેટ સ્ટુટ્ઝમેન ધરાવે છે. આશ્ચર્યની વાત એ છે કે, ૨૯ વર્ષના અમેરિકાના આ તીરંદાજને બે તો શું એક પણ હાથ નથી, છતાં તે જમણા પગની મદદથી ધનુષ્યને પકડે છે અને મ્હો તેમજ ગરદનની મદદથી પણછ ખેંચીને ધાર્યા નિશાન પાર પાડે છે.
અમેરિકાના આધુનિક એકલવ્ય મેટ સ્ટુટ્ઝમેન તીરંદાજીમાં એટલો નિપૂર્ણ છે કે, તે આશરે ૯૦ મીટર દૂર ઉભો રહીને એક રૃપિયાના સિક્કા જેવડા નિશાનને આબાદ રીતે વિંધી શકે છે. અમેરિકાના ઇઓવામાં જન્મેલા મેટે ક્યારેય કુદરતે તેને કરેલા અન્યાયને તેની જીંદગી અને ઈચ્છાઓ પર હાવી થવા દીધો નથી. લોકોની માન્યતાઓનો લક્ષ્ય વેધ કરવા માટે જાણીતા મેટ સ્ટુટ્ઝમાને ૨૦૧૨ના લંડન પેરાલિમ્પિક (વિકલાંગો માટેના ઓલિમ્પિક)માં તીરંદાજીની ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો. નોંધપાત્ર બાબત એ હતી કે, આખી સ્પર્ધામાં માત્ર મેટ જ એવો સ્પર્ધક હતો કે જેને બંને હાથ નહતા. મેટ સ્ટુટ્ઝમેન કહે છે કે, જ્યારે કોઈના મનમાં તીરંદાજીનો વિચાર આવે ત્યારે હાથ વિના લક્ષ્ય વેધ કરવો અશક્ય જ લાગે, પણ મારે તે અશક્યને શક્ય બનાવવું હતુ. ઓલિમ્પિક વિલેજમાં મને જોઇને અન્ય એથ્લીટ્સ અને મુલાકાતીઓને આશ્ચર્ય થતું, તેઓને લાગતું કે હું સ્વિમર હોઇશ, પણ જ્યારે હું તેમને જણાવતો કે હું તો તીરંદાજ છું, ત્યારે તેમની આંખો અને મ્હો પહોળા થઇ જતાં.
સ્ટુટ્ઝમેન હસતા હસતા કહે છે કે, ધાર્યા નિશાન પાર પાડવાની સાથે લોકોને વિસ્મિત કરવા એ પણ મારો એક શોખ છે. ૧૯૮૨માં કેન્સાસ સિટીમાં જન્મેલા મેટને માત્ર સવા વર્ષની ઊંમરે લિઓન અને જેન સ્ટુટ્ઝમેને દત્તલ લીધો હતો. આ પછી તેની જીંદગી બદલાઇ ગઇ હતી. તેણે માત્ર ૧૪ વર્ષની ઊંમરે માત્ર પગની મદદથી ચલાવાતુ વાહન બનાવ્યુ હતુ. તેના કેટલાક વીડીયોને તો યુટુબ પર બે લાખથી વધુ લોકો નિહાળી ચૂક્યા છે.
0 comments:
Post a Comment
GIVE A COMMENT