અમેરિકાના પ્રમુખ બરાક ઓબામાએ એશિયન અમેરિકન્સ અને પેસિફિક આઈલેન્ડર્સ(એએપીઆઈસી) માટેના પોતાના સલાહકારપંચમાં ભારતની ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ ટેક્નોલોજી(આઈઆઈટી)ના એક ભૂતપૂર્વ વિર્દ્યાર્થિનીની વરણી કરી છે.
ઓબામાએ શુક્રવારે કેટલાક મહત્ત્વના વહીવટી હોદ્દાઓ માટે બીજાઓ સાથે આઈઆઈટીમાંથી એમબીએની ડિગ્રી મેળવનાર સંજીતા પ્રધાનની નિમણૂકની જાહેરાત કરી હતી. ઓબામાએ તેમના ભાષણમાં કહ્યું હતું કે આ મહિલાઓ અને પુરુષો તેમની ભૂમિકા પરત્વે અસાધારણ રીતે પ્રતિબદ્ધ છે અને તેઓ અમેરિકાનાં લોકોની સારી સેવા કરશે. હું તેમની સાથે કામ કરવા તરફ જોઈ રહ્યો છું.
સંજીતા અત્યારે આઈઓવા ડિપાર્ટમેન્ટ ઓફ હ્યુમન રાઈટસમાં એશિયન એન્ડ પેસિફિક આઈલેન્ડર્સ અફેર્સની ઓફિસમાં ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર છે, તેઓ આ હોદ્દા પર 2013થી છે. 2010થી 2013 દરમિયાન તેમણે આઈઓબામા કેથોલિક ચેરિટી ઓફ ડેસ મોઈન્સના રિસેટસમેન્ટ ડાયરેક્ટર તરીકે કામ કર્યું હતું. આ પહેલાં 2009-10માં તેઓ આઈઓવાની રેફ્યુજી કો.ઓપરેટિવ ર્સિવસિઝમાં લુથરન ર્સિવસિઝમાં કો.ઓર્ડિનેટર હતાં. 2007થી 2008 દરમિયાન પ્રધાન પ્રિન્સિપાલ ફાઈનાન્સિયલ ગ્રૂપના માર્કેટિંગ કો.ઓર્ડિનેટર હતાં. તેમણે એથિક માઈનોરિટીઝ ઓફ બર્મા એડવોકેસી અને રિસોર્સ સેન્ટરના સલાહકાર બોર્ડમાં પણ સેવા આપી હતી.
0 comments:
Post a Comment
GIVE A COMMENT