Friday, 15 May 2015

કોઈ સંજોગોમાં રાષ્ટ્રપિતાનું અપમાન યોગ્ય નથી : SC


તાજેતરમાં સુપ્રીમ કોર્ટે 1994માં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી પર વલ્ગર તેમજ અભદ્ર કવિતા પ્રકાશિત કરવાનો આરોપ હટાવવાની સ્પષ્ટ ના પાડી દીધી છે. સુપ્રીમ કોર્ટના આ નિર્ણયને કારણે ફરી એક વખત અભિવ્યક્તિનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. આ ઘટનાની વિગતો જોઈએ તો બેંક ઓફ મહારાષ્ટ્રના એમ્પ્લોઇ યુનિયનના ઇન હાઉસ પ્રકાશનના તત્કાલિન એડિટર દેવીદાસ રામચંદ્ર તુલજાપુરકરે મરાઠી કવિ વસંત દત્તાત્રેય ગુર્જરે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી વિશેની અભદ્ર કવિતા પ્રકાશિત કરી હતી. આ મામલે એડિટર વિરૂદ્ધ કેસ કરવામાં આવ્યો હતો.

આ મામલામાં દેવીદાસ તુલજાપુરકરે અરજી કરતા વાણી સ્વાતંત્ર્યનો મુદ્દો આગળ કરીને તેમના વિરૂદ્ધ લાગેલા આરોપો હટાવવાની માગણી કરી હતી. દેવીદાસ તુલજાપુરકરેની આ માગણી બોમ્બે હાઇકોર્ટે ફગાવી દીધી હતી. હવે સુપ્રીમ કોર્ટે પણ બોમ્બે હાઇકોર્ટના નિર્ણયને ટેકો આપ્યો છે. જસ્ટિસ દીપક મિશ્રા અને પ્રફુલ્લા સી. પંતની બનેલી ખંડપીઠે આ મામલે ચૂકાદો આપતા જણાવ્યું છે કે વાણી સ્વાતંત્રતાના નામે કોઈને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી જેવા વ્યક્તિત્વ વિરૂદ્ધ કંઈપણ બોલવાનો કે લખવાનો હક નથી મળી જતો.

સુપ્રીમ કોર્ટે જોકે આ મામલામાં દેવીદાસ તુલજાપુરકરે વિરૂદ્ધના ક્રિમિનલ ચાર્જ હટાવી દીધા છે કારણ કે આ મામલે એડિટર તેમજ પ્રકાશને આ મામલે પહેલાં બિનશરતી માફી માગી લીધી છે. 

0 comments:

Post a Comment

GIVE A COMMENT