- 'ગરીબ લોકોનાં પૈસા સરકારી જાહેરાતો માટે ખર્ચ ન થવા જોઈએ'
- રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને મુખ્ય ન્યાયાધીશનો જ ફોટો લાગશે
સરકારી જાહેરાતો પર સુપ્રીમ કોર્ટે નોંધપાત્ર ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો છે કે, સરકારી જાહેરાતોમાં માત્ર રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને મુખ્ય ન્યાયાધીશનો જ ફોટો લાગશે. કોર્ટે આદેશ આપ્યો છે કે, હવે કોઈ પણ સરકારી જાહેરાતમાં કોઈ સીએમ, સાંસદ કે મંત્રીની તસ્વીર ના લાગવી જોઈએ.
સાથે જ રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને મુખ્ય ન્યાયાધીશ જાતે નક્કી કરશે કે તેમની તસ્વીર જાહેરાતમાં લાગવી જોઈએ કે નહીં. અદાલતે એ પણ કહ્યું છે કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર ત્રણ સભ્યની કમિટી બનાવશે જે એ નક્કી કરશે કે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનનું પાલન થઈ રહ્યું છે કે નહીં. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, વધારે વસ્તી ગરીબીની રેખા નીચે રહે છે એટલા માટે લોકોનાં પૈસા સરકારી જાહેરાતો માટે ખર્ચ ન થવા જોઈએ.
સુપ્રીમ કોર્ટના વકીલ પ્રશાંત ભૂષણે જણાવ્યું કે કોર્ટે કહ્યું છે કે એવા હોર્ડિંગ પણ તાત્કાલિક અસરથી હટાવવામાં આવે જેમાં મંત્રી, સાંસદોની તસ્વીરનો ઉપયોગ કરવામાં આવ્યો હોય.
તમને જણાવી દઈએ કે મુખ્યમંત્રી, સાંસદ, મંત્રીને શ્રેય આપવા માટે સરકારી જાહેરાતમાં પોતાની તસ્વીરો છપાવે છે. તેમાં કોઈ યોજના કે પ્રોજેક્ટને લઈને જાણકારી આપવામાં આવે છે તો એક તરફ સાંસદો, મંત્રીઓની પણ તસ્વીર હોય છે. તેને લઈને દાખલ જનહિત અરજી પર સુપ્રીમ કોર્ટે એક કમિટી બનાવી હતી. અનેક ભલામણો પણ કરી હતી, જેમાંથી કોર્ટે મોટાભાગની માની લીધી છે.
0 comments:
Post a Comment
GIVE A COMMENT