Wednesday, 13 May 2015

એશિયાની હશે 21મી સદીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી

- પીએમ મોદીની ચીનના રાષ્ટ્રપતિ સાથે એક વર્ષમાં આ ત્રીજી મુલાકાત હશે

- આ પ્રવાસ વિકાસશીલ દેશો માટે માઇલસ્ટોન સાબિત થશે


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 21મી સદીને એશિયાની સદી ગણાવતા કહ્યું કે, તેમની ચીન યાત્રાથી બંન્ને દેશોનાં દ્વિપક્ષીય સંબંધ વધારે મજબુત થશે તથા તેમનો આ પ્રવાસ વિકાસશીલ દેશો માટે માઇલસ્ટોન સાબિત થશે. મોદીએ બેઇજિંગ રવાના થયા પહેલા ચીની મીડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં આ વાત કહી છે.

તેઓએ કહ્યું કે, તેઓ પોતાની ચીન યાત્રાને લઈને ઘણા ઉત્સાહિત છે કેમ કે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે એક વર્ષમાં આ ત્રીજી મુલાકાત થઈ રહી છે. તેઓએ એ પણ કહ્યું કે, આ મુલાકાતથી ભારત અને ચીનની વચ્ચે ના માત્ર દ્વિપક્ષીય સંબંધ મજબુત થશે, પરંતુ વિકાસશીલ દેશો માટે ગરીબી નાબૂદીની દિશામાં આ પ્રવાસ અત્યંત મહત્વપુર્ણ સાબિત થશે.

એશિયાને ભગવાન બુદ્ધની ધરતી જણાવતા મોદીએ કહ્યું કે, ચીન અને ભારતને સાથે મળીને વિશ્વને શાંતિ અને વિકાસનાં રસ્તે આગળ લઈ જવાનું છે. તેઓએ આ ઈન્ટરવ્યુ વિશે ચીનની સોશ્યલ વેબસાઈટ 'વેઈબો' પર પણ ટ્વિટ કરી જાણકારી આપી.

ઉલ્લેખનીય છે કે, મોદી બુધવારે રાત્રે ચીન, મંગોલિયા અને દક્ષિણ કોરિયાના પ્રવાસ પર રવાનાં થશે. તેમના ત્રણ દિવસીય ચીન પ્રવાસ દરમ્યાન વ્યાપાર અને પર્યટન સહિત ઘણા કરાર થવાની સંભાવનાં છે.

મોદી આ અગાઉ દક્ષિણ કોરિયાઈ મીડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતુ કે મેક ઈન ઈન્ડિયા કાર્યક્રમમાં દક્ષિણ કોરિયા મહત્વની ભૂમિકા નિભાવી શકે છે. તેઓએ કહ્યું કે દક્ષિણ કોરિયાને જ્યા ઉત્પાદનમાં કુશળતા હાંસલ છે ત્યારે ભારત પાસે યંગ હ્યુમન રિસોર્સિસ છે.
 

0 comments:

Post a Comment

GIVE A COMMENT