Wednesday, 13 May 2015

પરિણીત પુરુષ વધુ તંદુરસ્ત રહી શકે છે

- સદીઓ જુની લગ્નપ્રથા પાછળનું વૈજ્ઞાનિક તથ્ય



આપણે ત્યાં સદીઓથી લગ્નપ્રથા જળવાઈ રહી છે. અને આજે પણ વડવાઓ પોતાનાં પૌત્ર-પૌત્રીઓને લગ્ન માટે આગ્રહ કરતા હોય છે. તેની પાછળનું ખરું કારણ શું છે જાણો છો? વડવાઓના લગ્ન માટેના આગ્રહની તો ખબર નથી, પણ વિજ્ઞાનની દ્રષ્ટિએ થયેલા એક સંશોધન દ્વારા એ વાત નોધવામાં આવી કે પરિણીત દંપતી અપરિણીતો કરતાં વધુ તંદુરસ્ત હોય છે.

એક થિયરી એવી પણ છે કે લગ્ન કરવાથી ભલભલાના વર્તનમાં ફરક પડી જાય છે. તાજેતરમાં લગભગ 4,000 જેટલા પરિણીત અને 65 વિધુર વિધવાનો અભ્યાસ કરાયેલો, જેના દ્વારા જાણવા મળ્યા મુજબ પરિણીત લોકો અપરિણીતો કરતાં શારીરિક દ્રષ્ટિએ ચુસ્ત રહે છે.

મોટા ભાગે બ્લડપ્રેશર નોર્મલ  રહી શકે છે. નિયમિતપણે બ્રેકફાસ્ટ કરે છે, અને તેમનું સ્મોકિંગનું પ્રમાણ ઓછું હોય છે. બીજી એક ખાસ વાત એ નોંધાઈ કે  સ્ત્રીઓ કરતાં પરિણીત પુરુષોના સ્વાસ્થ્ય પર ઘણી સારી અસર પડતી હોય છે. સો ઈફ યુ આર અનમેરીડ, ચેક આઉટ ફોર સમબડી, ઓ.કે.?

0 comments:

Post a Comment

GIVE A COMMENT