Thursday, 7 April 2016

ઇમ્તિયાઝની નેક્સ્ટ મૂવીમાં ફરીથી જોવા મળશે શાહરૂખ ખાન અને અનુષ્કા શર્મા






શાહરૂખ ખાન સાથે પોતાનું કરિયર શરૂ કરનાર અનુષ્કા શર્મા ત્રીજી વાર તેની હિરોઇન બની શકે છે. ન્યૂઝ અનુસાર ઇમ્તિયાઝ અલીની હવે પછીની ફિલ્મમાં બન્ને સાથે કામ કરી શકે છે. ‘રબ ને બનાદી જોડી’ ઉપરાંત શાહરૂખ-અનુષ્કાએ ફિલ્મ ‘જબ તક હે જાન’માં સાથે કામ કર્યું હતું. બન્નેની જોડીને લોકોએ પસંદ કરી હતી.
એવું માનવામાં આવે છે કે, આ ફિલ્મની સ્ક્રિપ્ટ પર કામ ચાલું છે. ફિલ્મમાં શાહરૂખ ખાન એક શીખની ભૂમિકા ભજવશે. ફિલ્મના કાસ્ટિંગ વિશેની જાહેરાત કરવાની હજુ બાકી છે. આ ફિલ્મમાં એક એવા શખ્સની વાત છે, જે વિદેશથી ભારત આવે છે.

જ્યારે તે લોકોને મળે છે. ત્યારે એવી સિચ્યુએશન થાય છે જેમાંથી કોમેડી સર્જાય છે. આ કોમેડી પ્રોજેક્ટનું શૂટિંગ વર્ષના ત્રીજા કે ચોથા મહિનામાં ચાલુ થવાની શક્યતા છે. હાલ તો, શાહરૂખ અને અનુષ્કા બન્ને પોતાની ફિલ્મ્સના શૂટિંગમાં વ્યસ્ત છે.

0 comments:

Post a Comment

GIVE A COMMENT