Saturday, 9 April 2016

ફિલ્મના ડિરેક્ટરે આપ્યો પહેલીવાર જવાબ. કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો?





મુંબઈઃ કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો? આ જવાબ પહેલીવાર ફિલ્મ ડિરેક્ટર એસ એસ રાજામૌલીએ આપ્યો છે. 63માં નેશનલ એવોર્ડ માટે બેસ્ટ ફિલ્મ બનનારી આ ફિલ્મનો બીજો ભાગ આવતા વર્ષે રીલિઝ થશે. ધર્મા પ્રોડક્શને જાહેર કરેલાં વીડિયોમાં ડિરેક્ટરે ફિલ્મને લઈને વાતચીત કરી છે. રાજામૌલીએ કહ્યું હતું કે તેમણે કટપ્પાને બાહુબલીને મારવાનું કહ્યું હતું. 

14 એપ્રિલ, 2017માં મળશે અસલી જવાબઃ
- 14 એપ્રિલ, 2017ના રોજ ફિલ્મનો બીજો ભાગ 'બાહુબલીઃ ધ કન્ક્લૂઝન' રીલિઝ થશે.
- ફિલ્મનો પહેલો ભાગ ગયા વર્ષે 10 જુલાઈના રોજ રીલિઝ થયો હતો. આ ફિલ્મે 600 કરોડની કમાણી કરી હતી. 

સિક્વલનું શૂટિંગ ટૂંક સમયમાં જ થશે પૂર્ણઃ
- હાલમાં સિક્વલનું શૂટિંગ ચાલી રહ્યું છે. જુલાઈમાં આ શૂટિંગ પૂર્ણ થશે.
- ત્યારબાદ વિઝ્યુઅલ ઈફેક્ટ્સ પર કામ કરવામાં આવશે.

ચર્ચામાં રહી હતી 'બાહુબલી':
- ફિલ્મના પહેલાં ભાગમાં દર્શકોની વચ્ચે એક સવાલ હતો કે આખરે કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો. દરેક લોકો આ સવાલનો જવાબ જાણવા માંગે છે.
- 2017માં આ સવાલનો જવાબ મળશે.

0 comments:

Post a Comment

GIVE A COMMENT