Saturday, 9 April 2016

અઝહર ફિલ્મમાં ઈમરાન હાશ્મીનો બે એક્ટ્રેસ સાથે રોમાન્સ




મુંબઈ: બાલાજી મોશન પિક્ચર્સની અપકમીંગ ફિલ્મ અઝહરનું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે. લોન્ચિંગ ઈવેન્ટમાં ઈમરાન હાશ્મી, પ્રાચી દેસાઈ, નરગીસ ફખ્રી, લારા દત્તા, એકતા કપૂર સહિતના કલાકારો ઉપસ્થિત રહ્યાં હતા. તો જેમના જીવન પર આધારિત ફિલ્મ છે તેવા મોહમ્મદ અઝહરૂદ્દીન પણ લોન્ચિંગ ઈવેન્ટમાં ઉપસ્થિત રહ્યાં હતા. ફિલ્મ અઝહર 13 મેએ ફિલ્મ રીલિઝ થશે. અગાઉ ફિલ્મનુ પોસ્ટર રજૂ કરાયુ હતુ.
લોન્ચિંગ ઈવેન્ટ
ઈમરાન હાસ્મી સ્ટારર અને ટોની ડિસુઝાના નિર્દેશન હેઠળ તૈયાર થયેલી ફિલ્મ અઝહરનું ટ્રેલર લોન્ચ થઈ ગયુ છે. આ ફિલ્મ ભારતના પૂર્વ ક્રિકેટર મોહમ્મદ અઝહરૂદ્દીનના જીવનને આધરિત છે. ફિલ્મમાં ઈમરાન હાશ્મી અઝહરૂદ્દીનને મોટા પડદા પર રજૂ કરશે. ફિલ્મમાં ઈમારાન હાશ્મી સાથે ગુજરાતી અભિનેત્રી પ્રાચી દેસાઈ અને નરગીસ ફખ્રી, હ્યુમા ખુરેશી, લારા દત્તા, અને બીગ બોસના સ્પર્ધક ગૌતમ ગુલાટી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.
બંને પત્નીને રજૂ કરાશે
રીયલ લાઈફમાં મોહમ્મદ અઝહરૂદ્દીનને બે પત્ની હોઈ છે ત્યારે રીલ લાઈફમાં પણ મોહમ્મદ અઝહરૂદ્દીનની બંને પત્નીને દર્શાવવામાં આવી છે. પ્રથમ પત્ની નૌરીનના રોલમાં પ્રાંચી દેસાઈ છે તો બીજી પત્ની સંગીતા બિજલાનીના રોલમાં નરગીસ ફખ્રી હશે, તો ફિલ્મમાં લારા દત્તા અને હ્યુમા ખુરેશી પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ટોની ડિસુજાની ડિરેક્શનની ફિલ્મ અઝહર 13 મેના રોજ રીલિઝ થશે.




0 comments:

Post a Comment

GIVE A COMMENT