મુંબઈઃ શાહરૂખ ખાનની આગામી ફિલ્મ 'ફેન' રીલિઝને હવે માત્ર એક સપ્તાહનો જ સમય રહ્યો છે. પરંતુ હાલ આ ફિલ્મના મેકિંગ સાથે સંકળાયેલા લોકો માટે એક ખરાબ સમાચાર આવ્યા છે. ફિલ્મ મેકર મહેશ ડોઈજોડેએ યશરાજ ફિલ્મ્સની આ ફિલ્મ પર સ્ટે મુકવા માટે શાહરૂખ અને મેકર્સ સામે ફરિયાદ કરી 25 કરોડ રૂપિયાની માગ કરી છે. મહેશે 1997માં યશ ચોપરા અને શાહરૂખ ખાન સાથે ફિલ્મ બનાવવાની આશાથી એક સ્ટોરી(ફેન સાથે મળતી આવે છે) રજીસ્ટર કરાવી હતી.
1997માં યશજીને કરી હતી નેરેટ
આ અંગે વિસ્તાર પૂર્વક વાત કરતા 'કહીં હૈ મેરા પ્યાર'(2014)ના ડિરેક્ટર મહેશે જણાવ્યું કે,''મેં આ સ્ટોરી 1997માં યશ ચોપરા જ્યારે 'દિલ તો પાગલ હૈ'નું શૂટિંગ કરી રહ્યા હત્યા ત્યારે તેની સામે નેરેટ કરી હતી. હું તેમને સેટ પર મળ્યો ત્યારે તેઓ 'લે ગયી લે ગયી'નું શૂટિંગ કરી રહ્યા હતા. તેને આ કોન્સેપ્ટ ગમી ગયો હતો અને આ માટે તેમણે મારી પીઠ પણ થાબડી હતી. મેં આ સ્ક્રિપ્ટ અભિનેતા નામથી ફિલ્મ રાઈટર્સ એસોસિયેશનમાં રજીસ્ટર કરાવી હતી. ''

શાહરૂખને 1998માં કરી હતી નેરેટ
શાહરૂખ સાથેનું નેરેશન યાદ કરતા તેમણે વધુમાં ઉમેર્યું કે,''હું 1998માં 'ચાઈનાગેટ'ની પ્રિમિયર પાર્ટીમાં શાહરૂખને મળ્યો હતો. તેને પણ સ્ક્રિપ્ટ ગમી હતી, ત્યાર બાદ યશજીએ વધુ ચર્ચા કરવા મને આદિત્ય ચોપરા સાથે મળાવ્યો હતો. જોકે આ વાત આગળ વધી નહીં અને અચાનક જ એક દિવસ મેં 'ફેન'નું ટ્રેલર જોયું અને હું ખૂબ નારાજ થઈ ગયો. યશજી ચાલ્યા ગયા એટલે જ સ્તો આ બધું થઈ રહ્યું છે. જો આજે યશજી હયાત હોત તો આ બધું બન્યું ન હોત. હું યશજી સાથે ફિલ્મ કો-પ્રોડ્યુસ કરવા માગતો હતો, અને જો આજે તેઓ હોત તો ફિલ્મ મારી સાથે બની હોત. ''

રાઈટર, ડિરેક્ટર, શાહરૂખ અને યશરાજ ફિલ્મ્સ સામે કેસ
મહેશે પેનલ્ટી પેટે 25 કરોડ રૂપિયાની માગ કરવા સાથે યશરાજ ફિલ્મ્સ, આદિત્ય ચોપરા, હબીબ ફૈઝલ(ફેનના રાઈટર), શાહરૂખ ખાન, મનીષ શર્મા(ફેનના ડિરેક્ટર) સામે કેસ કર્યો છે. તે આગળ કહે છે,''મેં અભિનેતા પર બે વર્ષ કામ કર્યું છે, મેં લોકેશન્સ પણ શોધ્યા છે. મારા મિત્રો ટ્રેલરના કન્ટેન્ટ્સ અને 'ફેન' અંગે જાણી આશ્ચર્યમાં પડી ગયા હતા. આથી મેં 'ફેન'નું ટ્રેલર જોયું હતું અને 5 એપ્રિલના રોજ ફરિયાદ કરી. મારી પાસે ટીમ સામે અનેક પુરાવાઓ છે. હું 2005માં ફિક્કી(FICCI)ના એક કાર્યક્રમમાં મળ્યો હતો, જ્યાં પ્રોજેક્ટ અંગે વાતચીત કરી હતી. મારી પાસે પુરાવા તરીકે આ મીટિંગની વિડીયો ક્લિપ પણ છે. ''

શાહરૂખે કોમેડી શોમાં યશજીએ તેને સ્ટોરી નેરેટ કરી હોવાનો કર્યો ખુલાસો
''તેમજ એક ટીવી કોમેડી શોમાં શાહરૂખે ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે, 10 વર્ષ પહેલા યશજીએ તેને આ સ્ટોરી નેરેટ કરી હતી. તેનો અર્થ એ કે તેમણે માત્ર મારા જ પ્રોજેક્ટ અંગે વાત કરી હતી. તેમજ એસઆરકે સામે સ્ટોરી નેરેટ કરી ત્યારે બીજા એક્ટર્સ પણ હાજર હતા. હું તે તમામ નામો કોર્ટમાં આપીશ. હું ચૂપ બેસવાનો નથી. મને વિશ્વાસ છે કે ન્યાય મળશે. ''
એસઆરકેના મિત્રએ કર્યા ફોન
આ કેસની સુનાવણી 11 એપ્રિલના રોજ થવાની છે. મહેશને એસઆરકે અને યશરાજ ફિલ્મ્સની ટીમ તરફથી મળેલા રિએક્શન અંગે પૂછવામાં આવતા કહ્યું કે,''સવારથી એસઆરકેના નિકટના મિત્રો તરફથી ત્રણવાર ફોન આવ્યા છે પણ મેં જવાબ આપ્યો નથી. મારે શા માટે જવાબ આપવો જોઈએ? તેઓ મને ચર્ચા માટે 'મન્નત'(શાહરૂખનું ઘર)પર બોલાવી શકે છે, પણ હું ત્યાં જવાના મૂડમાં નથી. જો શાહરૂખ ચર્ચા કરવા માગતો હોય તો તે મારા ઘરે આવી સીધો મારી સાથે વાત કરી શકે છે. ''

0 comments:
Post a Comment
GIVE A COMMENT