જોધપુરઃ ઈન્ડો-ચાઈનીઝ ફિલ્મ 'કૂંગ ફૂ યોગા'માં જેકી ચેન બોલિવૂડ સ્ટાઈલમાં ડાન્સ કરતો જોવા મળશે. હાલમાં જ આ ફિલ્મના શૂટિંગની કેટલીક તસવીરો સામે આવી હતી, જેમાં જેકી ફિલ્મના અન્ય સ્ટાર્સ સાથે બોલિવૂડ સ્ટાઈલમાં ડાન્સ કરતો જોવા મળે છે. આ ગીતની કોરિયોગ્રાફી ફરાહ ખાને કરી છે.
ફરાહે કર્યાં જેકી ચેનનાં વખાણઃ
શૂટિંગ પછી ફરાહે જેકી ચેનનાં ડાન્સિંગ સ્ટાઈલ પર ટ્વિટ કરીને તેના વખાણ કર્યાં હતાં અને કહ્યું હતું કે તે તેનું નામ 'જેકી જેક્સન' રાખવા માંગે છે. આ પહેલાં પણ ફરાહે જેકી ચેન સાથેની કેટલીક ફની તસવીરો શૅર કરી હતી. જેમાં બંનેનું બોન્ડિંગ ખાસ જોવા મળ્યું હતું.
ફિલ્મમાં જેકી ચેનની સાથે બોલિવૂડ એક્ટર સોનુસુદ, અમાયરા દસ્તુર તથા દિશા પટાની પણ છે. બેઈજિંગ, દુબઈ તથા આઈસલેન્ડ બાદ ફિલ્મનાં અંતનું શૂટિંગ જોધપુરમાં કરવામાં આવ્યું હતું. આ ફિલ્મ આવતા વર્ષે ફેબ્રુઆરીમાં રીલિઝ થશે.

0 comments:
Post a Comment
GIVE A COMMENT