Saturday, 9 April 2016

મોદીનું ટાઈમ મેનેજમેન્ટ



નવી દિલ્હી: નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ 97 કલાકમાં જ ત્રણ દેશોની મુલાકાત કરીને ભારત પરત ફર્યા છે. જ્યારે આ પ્રમાણેના દેશની મુલાકાત કરવામાં ઓછામાં ઓછા 6 દિવસની જરૂર પડે છે. મોદીએ ટ્રાવેલિંગ દરમિયાન એ પ્રમાણેનું ટાઈમ મેનેજમેન્ટ કર્યું કે ઓફિસરો પણ આશ્ચર્ય ચકિત થઈ ગયા હતા. જોકે, મોદીએ કોઈ શહેરની હોટલમાં રાત રહેવાની જગ્યાએ ફ્લાઈટમાં જ ઊંઘવાનું નક્કી કર્યું અને મોટા ભાગના કાર્યક્રમનું આયોજન દિવસનું રાખ્યું. આમ આ રીતે તેઓ ઓછા સમયમાં વધારે લોકોની મુલાકાત કરી શક્યા. 5 દિવસના પ્રવાસમાં મોદી 3 રાત એર ઈન્ડિયા વનમાં ઊંઘ્યા...
- 30 માર્ચથી 2 એપ્રિલ સુધી મોદીએ બેલ્જિયમ, યુએસ અને સાઉદી અરબની મુલાકાત લીધી હતી.
- 5 દિવસની મુલાકાતમાં તેમણે ટાઈમ બચાવવા દિલ્હીથી બ્રસેલ્સ, બ્રસેલ્સથી વોશિંગ્ટન અને વોંશિગ્ટનથી રિયાદ વચ્ચે એર ઈન્ડિયા વનમાં જ ટ્રાવેલ કર્યું હતું.
- આ દરમિયાન તેઓ માત્ર બે રાત જ વિદેશી હોટલમાં રોકાયા હતા. એક વોશિંગ્ટન અને બીજી રિયાદ.
- સરકારના સીનિયર ઓફિસરના જણાવ્યા પ્રમાણએ તેમના આ નિર્ણયના કારણે જ તેઓ યુએસ સહિત અન્ય બે દેશની મુલાકાત 97 કલાકમાં કરી શક્યા હતા.
- જો તેઓ પ્લેનમાં ઊંઘીને ટ્રાવેલિંગ કરવાનો નિર્ણય ન લેતા તો આ વિદેશ યાત્રામાં ઓછામાં ઓછા 6 દિવસ જોઈએ.
મન મોહન સિંહ કરતા કેટલું અલગ છે મોદીનુ ટ્રાવેલિંગ

- એક મીડિયા રિપોર્ટ પ્રમાણે મનમોહન સિંહ કોઈ પણ સમિટમાં સામેલ થવા માટે માત્ર એક જ દેશની યાત્રા કરતા અને તેમાં પણ રાતનું ટ્રાવેલિંગ ખૂબ ઓછું કરતાં.
- જ્યારે મોદીએ તેમના ઓફિસરોને કહ્યું છે કે, તેમનું મોટા ભાગનું ટ્રાવેલિંગ રાતનું જ રાખે જેથી દિવસે વધુમાં વધુ મીટિંગ કરી શકાય અને હોટલમાં સ્ટે કરીને ખોટો સમય ન બગડે.
- મોદી રાત્રે ટ્રાવેલિંગ દરમિયાન પણ ઊંઘવાની જગ્યાએ ઓફિસરો સાથે બ્રીફિંગ કરતા હતા.
- ઓફિસરોનું કહેવું છે કે, આ કારણોથી યુપીએની સરખામણીએ એનડીએ સરકારના પીએમની વિદેશ યાત્રા ઓછી થઈ છે.
નક્કી કરેલા સમયે બ્રસેલ્સ પહોંચ્યા મોદી

- મોદીએ 30 માર્ચે બ્રસેલ્સ માટે 9 કલાક ટ્રાવેલિંગ કર્યું. સવારે 6 વાગે બ્રસેલ્સ પહોંચ્યા.
- પહેલાં અહીં એક નાઈટ સ્ટે અને 31 માર્ચે ભારતીયોને સભા સંબોધવાનું આયોજન કરવામાં આવ્યું હતું.
- 31 તારીખે બ્રસેલ્સમાં NRIsનો વર્કિંગ ડે હતો અને તેઓ નહોતા ઈચ્છતા કે તેમને સાંભળવા માટે લોકો રજા રાખે,
- 1 એપ્રિલે સાંજે 5 વાગે ન્યૂક્લિયર સમિટ પુરી થઈ અને સાંજે સાત વાગે પીએમ એરપોર્ટ પહોંચીને રિયાદ જવા નીકળી ગયા હતા.
- મોદીએ ફરી 12 કલાક ફ્લાઈટમાં ઊંઘ લીધી અને 2 એપ્રિલે બપોરે રિયાદ પહોંચી ગયા. અહીં નાઈટ સ્ટે કર્યો અને 3જી એપ્રિલે રિયાદની મીટિંગ્સમાં સામેલ થયા.
- આજ દિવસે સાંજે સાત વાગે તેઓ દિલ્હી આવવા માટે નીકળી ગયા. તે પછીના દિવસે 7 એનસીઆરમાં તેમની મીટિંગ શેડ્યુલ ફિક્સ હતો.
મોદી VS મનમોહન
# નરેન્દ્ર મોદી
- બે વર્ષમાં વિદેશોમાં 95 દિવસ પસાર કર્યા.
- 20 ટ્રીપમાં 40 દેશોની મુલાકાત કરી.
# મનમોહન

- બે વર્ષમાં વિદેશમાં 72 દિવસ પસાર કર્યા.
- 32 ટ્રીપમાં 42 દેશની મુલાકાત કરી.
- યુપીએ-1: 15 ટ્રીપ, 18 દેશ
- યુપીએ-2: 17 ટ્રીપ 24 દેશ

0 comments:

Post a Comment

GIVE A COMMENT