- હાલોલ તાલુકાના માંડલીના પરિવાર પર કાળી ચૌદશે જ કાળ ત્રાટક્યો : ગોઝારા અકસ્માતમાં ત્રણના મોતથી ગામમાં માતમ છવાયો
હાલોલ: કાળી ચૌદસના દિને હાલોલ પાવાગઢ ટીંબીના પાટીયા પાસે જીપ અને બાઇક વચ્ચે થયેલા વિચિત્ર અકસ્માતમાં પિતા પુત્ર સહિત ત્રણના મોતથી રસ્તા ઉપર હ્દય દ્રાવક દ્રશ્યો સર્જાયા હતા. બાઇક ચાલક, તેનો સાડાચાર વર્ષનેા પુત્ર તથા બાળક પાછળ બેઠેલા મિત્રના મોતથી પરિવારજનોમાં ગમગીની પ્રસરી ગઇ હતી. આ પરિવારને જાણે કાળી ચૌદસ કાળ બનીને ત્રાટકી હોય તેમ લાગે છે.
હાલોલ તાલુકાના માડલી ગામમા રહેતા બકાભાઇ જલુભાઇ રાઠવા(ઉવ.35) ચાર વર્ષના નાના પુત્ર રાહુલને સાથે લઇ બાઇક ઉપર મિત્ર સાથે દિવાળીની ખરીદી કરવા હાલોલ આવ્યા હતા. ઘરેથી નીકળતા પહેલા પોતાના ઘરે રહેતા ત્રણ પુત્રોને હું હાલોલથી તમારા માટે દારુખાનુ ફટાકડા કપડા વગેરે લઇને આવુ છે. તેમ કહી હાલોલ પોતાના સાડાચાર વર્ષના પુત્ર રાહુલને સાથે લઇ હાલોલ આવતા હતા બપોર સુધી ખરીદીપતાવી પરત ઘરે જતા હતા. બાઇક લઇને જતા રસ્તામાં પાવાગઢ રોડ ટીબી પાટીયા પાસે પાવાગઢથી હાલોલ તરફ આવતી તુફાન જીપે યમદૂત બનીને આવી હતી.

0 comments:
Post a Comment
GIVE A COMMENT