Thursday, 23 October 2014

બરાક ઓબામાએ દિવાળીની શુભકામનાઓ પાઠવી

ભારતીયોને સાલમુબારક પણ કહ્યુ

<br />બરાક ઓબામાએ દિવાળીની શુભકામનાઓ પાઠવી

      
તેમણે વધુમાં કહ્યું કે, હિન્‍દુ, જૈન, શિખ અને બુદ્ધ ધર્મના લોકો માટે દિપાવલી એટલે અંધકાર ઉપર પ્રકાશનો વિજય, અજ્ઞાનતા પર જ્ઞાનનો વિજય અને નિરાશામાંથી કરૂણા પરના વિજયનો તહેવાર છે. તેમણે કહ્યું કે, દિવાળી એ આપણને યાદ અપાવે છે કે આપણે દરેકે અન્‍ય લોકો માટે જાતને સર્મપિત કરી વિજય મેળવવાનો છે.વોશિંગ્‍ટન તા.૨૩: અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ હિન્‍દુ, જૈન, શીખ અને બુદ્ધ લોકોને દિવાળીની શુભકામનાઓ પાઠવી છે. તેમણે શુભકામના પાઠવતા કહ્યુ કે, દિવાળીનો તહેવાર એ અંધકારમાં પ્રકાશ તરફ વિજયની ઉજવણીનો તહેવાર છે. હું અમેરિકા અને દુનિયાભરમાં વસતા લોકો જે આ પ્રકાશપર્વની ઉજવણી કરી રહ્યા છે તેઓને દિવાળીની હાર્દિક શુભેચ્‍છા પાઠવવા માગું છે. વર્ષ ૨૦૦૯માં બરાક ઓમાબા પ્રથમ અમેરીકન રાષ્ટ્રપતિ હતા કે જેઓ વ્‍હાઇટ હાઉસમાં દિવાળીના તહેવારની ઉજવણી કરે છે.
      અમેરિકા એક વિષમ રાષ્ટ્ર છે, જેને દેશના તમામ લોકોએ સાથે મળીને એક મજબૂત રાષ્ટ્ર બનાવ્‍યું છે. તેઓ કહે છે કે, વર્ષ ૨૦૦૯માં વ્‍હાઇટ હાઉસમાં પ્રથમ દિવાળી ઉજવણી કરી તેના માટે તે ગર્વ અનુભવે છે. ત્‍યારથી અમે દર વર્ષે દિવાળના તહેવારની ઉજવણી વ્‍હાઇટ હાઉસ ખાતે કરીએ છીએ છે. ભારતમાં મેં અને મીશેલે મુંબઇ ખાતે દિવાળીની ઉજવણી ભોજન, ડાંસ અને મિત્રો સાથે જે ઉજવણી કરી હતી તે મને આજે પણ યાદ છે. હું સમગ્ર પરિવારજનો કે જે દિવાળીના તહેવાર નિમિત્તે ભેગા થશ. તેઓને દિવાળીની હાર્દિક શુભેચ્‍છા પાઠવું છું અને સાલમુબારક.

0 comments:

Post a Comment

GIVE A COMMENT