- એશિયાડની મેડલ સેરેમનીના વિવાદ બાદ આંતરરાષ્ટ્રીય એસો.નો નિર્ણય
નવી દિલ્હી,તા.૨૨
ઇન્ચેઓન એશિયન ગેમ્સની મેડલ સેરેમનીમાં બ્રોન્ઝ મેડલ પહેરાવાનો ઇનકાર કરનારી ભારતીય બોક્સર સરિતા દેવી અને ભારતના ત્રણ બોક્સિંગ કોચિસ પર આંતરરાષ્ટ્રીય બોક્સિંગ એસોસિએશને પ્રતિબંધ મુકી દીધો છે. આ ઉપરાંત ભારતના ચીફ ડી મિશન પર પણ નવી સૂચના ન મળે ત્યાં સુધી પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે.
સરિતા દેવીને તેના વજનવર્ગની સેમિ ફાઇનલમાં કોરિયન બોક્સર સામેની રોમાંચક મેચમાં પરાજીત થયેલી જાહેર કરવામાં આવી હતી, જે પછી મેડલ સેરેમનીમાં સરીતા દેવી ધુ્રસ્કે ધુ્રસ્કે રડી પડી હતી અને તેને આપવામાં આવેલો બ્રોન્ઝ મેડલ પહેરવાનો ઇનકાર કરી દીધો હતો.
આ પછી તેણે પોતાનો બ્રોન્ઝ મેડલ આગળ જઇને ફાઇનલમાં હારનારી સાઉથ કોરિયન બોક્સરને પહેરાવી દીધો હતો. આ વિવાદ બાદ એમેચ્યોર બોક્સિંગની વિશ્વ સંસ્થા - એઆઇબીએ - દ્વારા કડક પગલાની જાહેરાત કરવામાં આવી છે.સરિતા દેવીને તેના વજનવર્ગની સેમિ ફાઇનલમાં કોરિયન બોક્સર સામેની રોમાંચક મેચમાં પરાજીત થયેલી જાહેર કરવામાં આવી હતી, જે પછી મેડલ સેરેમનીમાં સરીતા દેવી ધુ્રસ્કે ધુ્રસ્કે રડી પડી હતી અને તેને આપવામાં આવેલો બ્રોન્ઝ મેડલ પહેરવાનો ઇનકાર કરી દીધો હતો.
ભારતની બોક્સિંગ ટીમના કોચ તરીકે ગયેલા ગુરબક્ષ સંધૂ, સાગર દયાલ અને બ્લાક્સ ઇગ્નેસિયસ ફર્નાન્ડીસ તેમજ ભારતના ચીફ ડી મિશન આદીલ સુમારીવાલા પર પણ પ્રતિબંધ મુકી દીધો છે. જેના કારણે સરિતા દેવી સહિત ત્રણ કોચિસ તેમજ ચીફ ડી મિશન એમેચ્યોર બોક્સિંગની વર્લ્ડ બોડીની અધ્યક્ષતા હેઠળની કોઇ સ્પર્ધામાં હાજરી આપી કે ભાગ લઇ શકશે નહી.
જ્યારે સરિતાએ મેડલ સેરેમનીમાં બ્રોન્ઝ સ્વિકારવાનો ઇનકાર કર્યો ત્યારે એઆઇબીએના ટેકનિકલ ડેલીગેટ ડેવિડ ફ્રાન્સીસ પણ ત્યાં હાજર હતા, તેમણે કહ્યું કે, આખી ઘટના જોતા લાગે છે કે સરિતા અને તેની ટીમે આ અંગે ષડયંત્ર રચ્યું હતુ અને આખરે મેડલ સેરેમનીમાં તેને અંજામ આપ્યો હતો.
જો કે સરિતા અને ભારતના ત્રણ કોચિસ તેમજ એક ઓફિસિઅલ પર મુકવામાં આવેલા પ્રતિબંધ અંગે ભારતીય કેમ્પમાં નારાજગી છે.
ભારતની દલીલ છે કે, જ્યારે એશિયાડનું સમાપન થયું ત્યારે જ એઆઇબીએની તાકીદની બેઠક મળી હતી અને તેમાં સરિતા દેવીને પણ બોલાવવામાં આવી હતી, ત્યારે સરિતાએ બિનશરતી માફી માંગી લીધી હતી અને પોતાની ભૂલ સ્વીકારી લીધી હતી, જે પછી આ પગલાં વધુ પડતા કહેવાય.
નવેમ્બરમાં સાઉથ કોરિયામાં વર્લ્ડ ચેમ્પિયનશીપ રમાશે
સરિતા દેવી વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશીપ ગુમાવે તેવો ભય
નવી દિલ્હી,તા.૨૨
એશિયન ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ પહેરવાનો ઇનકાર કરનારી સરિતા દેવીની સાથે ભારતના ત્રણ કોચિસ અને એક ઓફિસિઅલને આવતા મહિને સાઉથ કોરિયામાં રમાનારી વર્લ્ડ મહિલા બોક્સિંગ ચેમ્પિયનશીપમાં ભાગ લેવા ન મળે તેવી શક્યતા છે. એઆઇબીએ દ્વારા એશિયાડમાં સરિતાના વર્તન અંગે કડક પગલા લેવામાં આવ્યા છે. તેના પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે તેની સાથે આખી બાબતને શિસ્ત સમિતિને મોકલી આપવામાં આવી છે, જે આ મામલાની સમીક્ષા કર્યા બાદ અંતિમ નિર્ણય લેશે. જો પ્રતિબંધ યથાવત રાખવામાં આવશે તો સરિતા દેવી મહિલાઓની વર્લ્ડ ચેમ્પિયનશીપ ગુમાવશે.
દર બે વર્ષે યોજાતી વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશીપ નવેમ્બરની ૧૩ થી ૨૫મી દરમિયાન સાઉથ કોરિયાના જેજુ સિટી ખાતે યોજાવાની છે.
0 comments:
Post a Comment
GIVE A COMMENT