Thursday, 23 October 2014

ટ્રેનને લગતી પુછપરછ માટે એન્ડ્રોઈડ મોબાઈલ એપ લોન્ચ

- રેલ મંત્રાલય અગાઉ વિન્ડોઝ-8 ધરાવતા ગેજેટમાં લોન્ચ કરી ચુકી છે

- જાણો આ નવી એન્ડ્રોઈડ એપના અવનવા ફીચર્સ

અમદાવાદ તા. 23 ઓક્ટોબર, 2014

રેલવે ઇન્ફર્મેશન સિસ્ટમ્સ સેન્ટર(સીઆરઆઈએસ)એ ટ્રેન સંબંધી પુછપરછ માટે એન્ડ્રોઈડ ફોન એપ લોન્ચ કરી છે. એન્ડ્રોઈડ ફોન માટે લોન્ચ કરવામાં આવેલી આ નવી મોબાઈલ એપમાં ઘણા ફીચર્સ છે.

રેલ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે આ એપના લોન્ચ થયા બાદ લોકો માટે કોઈ પણ ટ્રેન વિશેષની આવવા-જવાના સંબંધમાં જાણકારી મેળવવી સરળ થઈ ગઈ છે. સાથે જ મુસાફરો પોતાની સુવિધા માટે ટ્રેનો સાથે સંકળાયેલી અન્ય સુચનાઓ પણ લઈ શકશે.

રેલ્વેની સુચના તેમજ ટેકનોલોજી શાખા સીઆરઆઈએસ આ પહેલા ઓગસ્ટ 2014માં વિન્ડોઝ-8 વાળા ગેજેટ્સ માટે આ સેવા શરુ કરી ચુકી છે. આ એપનો સૌથી આકર્ષક ફીચર છે 'સ્પોટ યોર ટ્રેન'. આ ટ્રેનની વર્તમાન સ્થિતિ અને કોઈ સ્ટેશન પર તે કેટલા વાગ્યે પહોંચશે તેનો સમય જણાવે છે.

તેનાઝી ટ્રેનનો સમય, બે સ્ટેશનો વચ્ચે ટ્રેન, લાઈવ સ્ટેશન અને ટ્રોનોના બદલાયેલા સમય, રદ્દ થતી ટ્રેન કે તેનો બદલાયેલા રૂટ જેવી જાણકારી મેળવી શકાય છે. 'લાઈવ સ્ટેશન' ફીચર દ્વારા વ્યક્તિ એ જાણી શકે છે કે આગલા બેથી ચાર કલાક વચ્ચે ટ્રેન કયા સ્ટેશન પર પહોંચવાની છે કે ક્યાંથી રવાના થવાની છે.


0 comments:

Post a Comment

GIVE A COMMENT