Thursday, 23 October 2014

વિશ્વનું સૌથી શ્રીમંત બેન્ડ

-વન ડાયરેક્શનની આવક ૭૭.૫ મિલિયન પાઉન્ડ્સ

-મોટા ભાગના કલાકારો ટીનેજર્સ છે

લંડન તા.23 ઓક્ટોબર 2014
બ્રિટિશ બેન્ડ વન ડાયરેક્શનને વિશ્વના સૌથી શ્રીમંત બેન્ડનો ખિતાબ મલ્યો હતો. એની વાર્ષિક અંદાજિત આવક ૭૭.૫ મિલિયન પાઉન્ડ્સની હોવાના અહેવાલ પ્રગટ થયા હતા.
કોન્ટેક્ટમ્યુઝિક ડૉટ કોમના એક રિપોર્ટ મુજબ આ બેન્ડનો દરેક કલાકાર હજુ તો વીસ એકવીસ વર્ષના ટીનેજર છે. હિટ મેગેઝિનની વાર્ષિક યાદીમાં આ બેન્ડને વિશ્વના સૌથી શ્રીમંત બેન્ડનો ખિતાબ આપવામાં આવ્યો હતો.

આ બેન્ડના લેટેસ્ટ આલ્બમ મિડનાઇટ મેમરીઝની ૪૦ લાખ નકલો વેચાઇ હતી. ઉપરાંત ઓસ્ટ્રેલિયામાં આ બેન્ડના કલાકારોએ બે પરફ્યૂમ બ્રાન્ડ લોંચ કરી હતી. આ બેન્ડ એક કરતાં વધુ વખત યૂરોપની ટુર મારી ચૂક્યું છે.

0 comments:

Post a Comment

GIVE A COMMENT