Friday, 24 October 2014

સલમાન ખાનની બહેનના લગ્નમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ અપાશે

- મોદીના શપથ ગ્રહણ સમારંભમાં અભિનેતા અને તેના પિતા હાજર હતા


મુંબઇ,તા. ૨૨
સલમાન ખાનની બહેન અર્પિતાના લગ્નમાં દેશના વડાપ્રધાન સામેલ થાય તેવી શક્યતા છે. કહેવાય છે કે સલમાન અને તેના પિતા સલીમ ખાન મોદીને લગ્નની કંકોતરી આપવાના છે. ઉલ્લેખનીય છે પીએમ પદના શપથ ગ્રહણ સમારંભમાં સલમાન તથા તેના પિતા સલીમને આમંત્રણ હતું.
આ સમાચારને પુષ્ટિ આપતાં સલીમ ખાને કહ્યુ ંહતું કે, હા, હું મારી દીકરીના લગ્નમાં પીએમ મોદીને  આમંત્રણ પત્રિકા આપવાનો છું અને મને આશા છે કે તે લગ્નમાં હાજરી આપવા સમય કાઢશે.લગ્ન બાબતે તેણે વધુમાં જણાવ્યું હતું કે હું વધુ પડતા ખોટા ખર્ચાળ લગ્નમાં નથી માનતો મેં મારા સંતાનોને સાદગીથી લગ્ન સમારંભ યોજવાનું કહ્યું છે આ એક નાનું આયોજન હશે.

0 comments:

Post a Comment

GIVE A COMMENT