Friday, 24 October 2014

સલમાન સત્યમેવ જયતેમાં આવશે

-આમિર સાથેની દોસ્તી નિભાવશે

-આમિર પોતે સલમાનનો પરિચય આપશે

મુંબઇ તા.23 ઓક્ટોબર 2014
આમ તો બંનેની દોસ્તી જગજાહેર છે અને બંને એકબીજાને મદદ કરવા તૈયાર હોય છે એટલે આ સમાચારથી બહુ નવાઇ નહીં લાગે. પરંતુ મિડિયા રિપોર્ટ મુજબ સલમાન ખાન આમિર ખાનના ટીવી શો સત્યમેવ જયતેમાં હાજરી આપશે.
મળતી માહિતી મુજબ સલમાન ઓડિયન્સમાં બેઠો હશે અને આમિર ખાન એનો પરિચય આપશે. આ પ્રસંગે આમિર પોતાની ફિલ્મોના પ્રમોશનમાં અને સામાજિક કાર્યોમાં સહાય કરનારા સલમાનનો જાહેરમાં આભાર પણ માનશે. આમિરની પુત્રીએ ચેરિટિ માટે યોજેલા ખેલકૂદના પ્રયોગમાં પણ સલમાને ઉમળકાભેર ભાગ લીધો હતો.
સત્યમેવ જયતે થ્રીનું ફોર્મેટ બદલવામાં આવ્યું છે અને વધુ લોકાભિમુખ કરવામાં આવ્યું હોવાનું જાણવા મલ્યું હતું. અંદાજ અપના અપના ફિલ્મ પછી બંને ફિલ્મોમાં સાથે આવ્યા નથી પરંતુ ટીવી શોમાં બંને સાથે દેખાય એ પણ બંનેના ફેન માટે બહુ મોટી વાત બની રહેવાની.
આ એપિસોડ રવિવારે ૨૬ ઓક્ટોેબરે સ્ટાર પ્લસ પર જોવા મળશે એમ જાણવા મળ્યું હતું.

0 comments:

Post a Comment

GIVE A COMMENT