Friday, 24 October 2014

આ જાણીતો અભિનેતા મોતનાં મુખમાંથી માંડ-માંડ બહાર આવ્યો

- આસપાસના લોકોએ હકીકતને એક્ટિંગ સમજી નકારી

- સત્ય સામે આવતા તાત્કાલિક પોલીસ જવાને તેનો જીવ બચાવ્યો


અમદાવાદ તા. 20 ઓક્ટોબર, 2014

અભિનેતા આશીષ વિદ્યાર્થીનો જીવ ત્યારે બચ્યો જ્યારે એક સીનના શૂટિંગ કરતો કરતો નદીમાં ડૂબવા લાગ્યો. છત્તીસગઠ સ્થિત દુર્ગની શિવનાથનદીમાં છલાંગ મારી પોલીસના એક જવાને આશીષ વિદ્યાર્થીનો જીવ બચાવ્યો.

મળતી જાણકારી પ્રમાણે આ ઘટના ગઈકાલે બપોરે બની. વિદ્યાર્થીને નદીમાં ડૂબવાનો સીન કરવાનો હતો. એ માટે જ્યારે તે ડૂબવા લાગ્યો તો એક વાર તો લોકોને લાગ્યું કે એક્ટિંગ કરી રહ્યો છે. પરંતુ જ્યારે સત્ય સામે આવ્યુ તો વિકાસ સિંહ નામના પોલીસ જવાને તાત્કાલિક નદીમાં છલાંગ મારી તેને બચાવી લીધો.

વિગતો મળી છે કે જ્યારે વિદ્યાર્થી નદીમાં ડૂબ્યા ત્યારે પાણીનું વહેણ ઘણું વધારે હતું. પાણી તેના માથા ઉપરથી જઈ રહ્યું હતું. માત્રે તેના બે હાથ જ બહાર દેખાતા હતા. જો વિકાસ સિંહ વિદ્યાર્થીને બચાવવામાં સહેજ પણ મોડું કરી દેત તો મોટી દુર્ધટના સર્જાઈ શકતી હતી.

0 comments:

Post a Comment

GIVE A COMMENT