ફૂટબોલની રમતમાં પોર્ટુગલના સ્ટાર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનું નામ ઘણું જ લોકપ્રિય છે. ઘણાં લોકોના મતે રોનાલ્ડો ધરતી પરનો સૌથી શ્રેષ્ઠ ફૂટબોલ ખેલાડી છે અને આ મામલે તેના નજીકના હરીફ એવા આર્જેન્ટિનાના ફૂટબોલર લિયોનેલ મેસ્સી કરતાં તે ઘણો પાછળ છે. પોર્ટુગલનો ફોરવર્ડ ખેલાડી અને કેપ્ટન રોનાલ્ડો સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ પર ફૂટબોલપ્રેમીઓની પ્રથમ પસંદગી છે.
રોનાલ્ડોની બ્રાન્ડ એન્ડોર્સમેન્ટની યાદી ઘણી જ લાંબી છે, તેના ફેસબુક પર ૧ અબજ કરતાં વધુ ફેન છે જ્યારે ટ્વિટર પર ૩ કરોડ જેટલા ફોલોઅર્સ છે, તેની આ જ લોકપ્રિયતાને કારણે ઘણી કંપનીઓનો બ્રાન્ડ એમ્બેસેડર બનેલો છે, તેની બ્રાન્ડ એન્ડોર્સમેન્ટની આ યાદી અહીં દર્શાવવામાં આવી છે, જેની કિંમત ૨.૬૫ કરોડ પાઉન્ડ જેટલી થાય છે, આ ઉપરાંત રોનાલ્ડોનું નસીબ તેને સાથ આપી રહ્યું હોય અને તે પ્રદર્શનનાં શ્રેષ્ઠ સ્તરે હોય ત્યારે રોનાલ્ડોની આવક ૪.૧૫ કરોડ પાઉન્ડ જેટલી થતી હોય છે.
કોઈ પણ રમત રમતા ખેલાડીઓમાં અંધવિશ્વાસ જોવા મળે છે. તેમનાં મનમાં એક વહેમ હોય છે કે, આમ ન કરવાથી સફળતા નહીં મળે. ફૂટબોલના સ્ટાર ખેલાડીઓમાં પણ અંધવિશ્વાસ જોવા મળે છે. આ વખતે ફૂટબોલ વર્લ્ડ કપના સુપરસ્ટાર ગણાતા પોર્ટુગલના ક્રિસ્ટિયાનો રોનાલ્ડો વિશ્વનો સૌથી અંધવિશ્વાસુ ખેલાડીઓ પૈકીનો એક છે.
રોનાલ્ડો પોર્ટુગલની ટીમનો કેપ્ટન છે અને તે ટીમમાં સાત નંબરનું ટી-શર્ટ પહેરીને મેદાન પર ઊતરે છે. રોનાલ્ડો પાતાના આ સાત નંબરને લઈને વધુ સંવેદનશીલ છે અને તેને ક્યારેય પણ છોડતો નથી. રોનાલ્ડો ટીમના સાથી ખેલાડીઓ સાથે બસમાં પ્રવાસ કરે ત્યારે બસમાં એકલો બેસે છે અને તે પણ પાછળી હરોળમાં. રોનાલ્ડો બસમાં સૌથી છેલ્લે નીચે ઊતરે છે, તેનાથી વિરુદ્ધ પ્લેનમાં જ્યારે ખેલાડીઓ સાથે મુસાફરી કરે ત્યારે ઊતરતી વખતે સૌથી પહેલાં નીચે ઊતરે છે.
ડ્રેસિંગરૂમ છોડતાં પહેલાં રોનાલ્ડો બોલને એકવાર જરૂર ટચ કરે છે, તે હંમેશાં લાંબું ટી-શર્ટ પહેરે છે અને આખી ટીમમાં એકમાત્ર રોનાલ્ડોને જ લાંબું ટી-શર્ટ પહેરવાની છૂટ આપવામાં આવી છે. રોનાલ્ડો મેદાનમાં પ્રવેશતી વખતે જમણો પગ મેદાનમાં રાખે છે. મેચના હાફ ટાઇમમાં રોનાલ્ડો પોતાના માથાના વાળ વ્યવસ્થિત કરે છે. રોનાલ્ડો ગોલ કર્યા બાદ સૌથી પહેલાં પોતાના પરિવારજનોનું હાથ ઉઠાવીને અભિવાદન કરે છે.

0 comments:
Post a Comment
GIVE A COMMENT