બેંકમાં ખાતું ખોલાવનાર વ્યક્તિ બેંકિંગના વ્યવહારમાં પ્રવેશ કરે છે ત્યારે તેના ખાતાંમાં આર્થિક વ્યવહારો તથા લેવડદેવડ થાય છે. આથી તે નાણાકીય જવાબદારી વહન કરે છે અને થાપણદાર બેંકિંગ સેવાઓનો અધિકારી બને છે. આથી કોઈપણ અજાણી વ્યક્તિનું ખાતું બેંક ખોલી આપતી નથી. ખાતું ખોલવા માટે બેંકમાં જેનું ખાતું ચાલુ હોય તેવા ગ્રાહકની ઓળખાણ તથા કેવાયસી ફોર્મ આપવું પડે છે.
તમે કોઇપણ બેન્કમાં ખાતુ ધરાવો છો અને તમે કેવાયસીના નિયમોનું પાલન નથી કરી રહ્યા તો તમારી મુશ્કેલીઓ વધી જશે. રિઝર્વ બેન્કોએ દરેક બેન્કોને આદેશ આપ્યો છે કે, જે લોકોને બેન્ક દ્વારા વારંવાર યાદ કરાવવા છતાં ગ્રાહકો કેવાયસી નિયમોનું પાલન નથી કરતાં તેવા ખાતાધારકો ઉપર આંશીક રીતે પ્રતિબંધ મુકવામાં આવે. જરૂર પડે તો ગ્રાહકોનું ખાતું પણ બંધ કરી દેવામાં આવે.
રિઝર્વ બેંક દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, બેંક દ્વારા વારંવાર કેવાયસી ફોર્મ ભરવાનું કહેવાયું હોવા છતાં ખાતાધારકો દ્વારા તેનું પાલન હવે નહીં કરવામાં આવે તો તેમના ખાતા પર રોક લાગી શકે છે, અને જરૂર પડે તો ખાતું બંધ પણ કરી શકાશે. કેન્દ્રિય બેન્કના જણાવ્યા પ્રમાણે ખાતું બંધ કરતા પહેલા ગ્રાહકોને ત્રણ મહિનાની નોટિસ આપવામાં આવે અને તેના પછી ફરીથી ત્રણ મહિના સુધી વારંવાર યાદ અપાવવામાં આવે, જેથી ગ્રાહકો કેવાયસી ફોર્મ ભરી શકે.
KYC એટલે શું ?
આજકાલ જે ખૂબ જ જરૂરી બની ગયું છે અને જે લેવાનું ફરજિયાત છે તે KYC (કેવાયસી) શું છે તે જાણવું ખૂબ જ અગત્યનું છે. સામાન્ય રીતે અગાઉ બેંકમાં ખાતાં ખોલવામાં આવતાં ત્યારે ઓળખ આપનારની માત્ર સહી લેવાતી. ત્યાર બાદ ધીમે ધીમે ખાતું ખોલનારના ફોટા લેવાનું પણ ફરજિયાત બન્યું. હવે દરેક ખાતેદાર માટે KYCફોર્મ ભરવું પણ ફરજિયાત છે. KYCનો અર્થ થાય છે Know your Customer એટલે કે તમારા ગ્રાહકને ઓળખો. જે લોકોનાં વર્ષો જૂનાં ખાતાં છે તેવા લોકોએ પણ આ ફોર્મ ભરવું જરૂરી છે. બેંક ગ્રાહકોને સ્મૃતિપત્ર આપે છે તથા ફોર્મ ભરી જવા તાકીદ કરે છે. નવાં ખાતાં ખોલાવનાર ગ્રાહકોએ તો પહેલેથી જ આ ફોર્મ ભરીને આપવાનું હોય છે.
તમે જ્યારે કોઈપણ નાણાં સંસ્થામાં, મ્યુચ્યુઅલ ફંડના રોકાણમાં, નવી વીમા પોલિસી લો કે બેંકમાં લોકર (ખાનું) ખોલાવો (સેઈફ ડિપોઝિટ વોલ્ટ) ત્યારે આ ફોર્મ ભરીને આપવું પડે છે. સેવિંગ્ઝ, ફિક્સ કે રિકરિંગ ખાતાં માટે આ ફોર્મ લેવામાં આવે છે. હવે તો ગેસ એજન્સીઓ પણ ગેસના બાટલાના ગ્રાહકો પાસે આ ફોર્મ ભરાવે છે તથા તેની પહોંચ પણ આપે છે. તમારા ગ્રાહકને ઓળખો તેવી યોજના માટે તથા 'એન્ટિ મની લોન્ડરિંગ' અંગે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ચોક્કસ માર્ગદર્શક રેખાઓ ઘડવામાં આવી છે તે અન્વયે લેવામાં આવે છે.
KYCમાં શું છે?
KYCમાં ગ્રાહકની આવક, વ્યવસાય, વિદેશ માટે પાસપોર્ટ-વીઝાની વિગત, વાહન કેટલાં છે, લોન કેટલી લીધી છે, પ્રોપર્ટીની વિગત, બેંકનાં અન્ય ખાતાંની વિગત વગેરે માહિતી જણાવવાની રહે છે.
બેંકમાં ખાતું ખોલાવનાર વ્યક્તિ બેંકિંગના વ્યવહારમાં પ્રવેશ કરે છે ત્યારે તેના ખાતાંમાં આર્થિક વ્યવહારો તથા લેવડદેવડ થાય છે. આથી તે નાણાકીય જવાબદારી વહન કરે છે અને થાપણદાર બેંકિંગ સેવાઓનો અધિકારી બને છે. આથી કોઈપણ અજાણી વ્યક્તિનું ખાતું બેંક ખોલી આપતી નથી. ખાતું ખોલવા માટે બેંકમાં જેનું ખાતું ચાલુ હોય તેવા ગ્રાહકની ઓળખાણ તથા KYCફોર્મ આપવું પડે છે.
બેંકમાં ખાતું ખોલતી વખતે અમુક માન્ય દસ્તાવેજો પણ આપવા પડે છે. જેમ કે પાસપોર્ટ, પાનકાર્ડ, ચૂંટણી કાર્ડ, ડ્રાઈવિંગ લાઈસન્સ, આધાર કાર્ડ તથા માન્યતાપાત્ર ફોટોગ્રાફ સહિતનો આધાર તથા રહેઠાણની ચકાસણી માટે લાઈટ બિલ, ફોન બિલ, રેશનકાર્ડ વ. આપવાનું રહે છે. ઉપર લખ્યામાંથી કોઈપણ બે પ્રૂફ આપવાના હોય છે.
ગ્રાહકે પોતાના છેલ્લામાં છેલ્લો રંગીન ફોટો આપવાનો રહે છે. સંયુક્ત ખાતું હોય તો બંનેના કે બધાંના ફોટા આપવાના હોય છે. કંપનીનું, પ્રોપરાઈટરનું કે ભાગીદારી પેઢીનું, ટ્રસ્ટનું કોઈપણ ખાતું ખોલતી વખતે જરૂરી આધારપત્રો ફોટાઓ તથા ઓળખાણ સાથે KYCફરજિયાત છે.
ખોટા, નકલી કે બિનજરૂરી બનાવટી આર્થિક વ્યવહારો રોકવાનાં પગલાંના ભાગરૂપે સરકારે જે નિયમો બનાવ્યા છે તેમાં ઓળખાણ, આધાર પુરાવા સાથે KYCફરજિયાત બનાવેલ છે. તમે બેંકમાં ખાતું કે ખાનું ધરાવતાં હો અને જો KYCઆપેલ ન હોય તો તુરત જ આપી દેશો. આપણી સલામતી, સુરક્ષા તથા સફળ વહીવટ માટે નિયમોને અનુસરવાની આપણી ફરજ ન ચૂકવી જોઈએ. બેંકના નિયમો, શિરસ્તો કે માર્ગરેખાને આપણે અવશ્ય અનુસરીને આપણી ફરજ બજાવીએ તે આપણા જ હિતમાં છે.

0 comments:
Post a Comment
GIVE A COMMENT