(દિલ્હી ખાતે PM મોદી સાથે ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગ)
- ઝુકરબર્ગ મોદી વચ્ચે મુલાકાત, ખેડૂતો અને મહિલાઓના એપમાં ફેસબુક કરશે મદદ
-ઇન્ટરનેટ કનેક્ટિવિટી તમામ લોકોનો મૂળભૂત અધિકાર હોવો જોઇએ. - ઝુકરબર્ગ, ફેસબુક સ્થાપક
નવી દિલ્હી: આશરે 12 લાખ કરોડ રૂપિયાની કંપની ફેસબુકના સીઇઓ માર્ક ઝુકરબર્ગ ગુરુવારે દિલ્હીમાં હતા. તેમણે ભારતની જરૂરિયાત પ્રમાણે ખેડૂતો, સ્થળાંતર કરતાં લોકો અને મહિલાઓ માટે સ્થાનિક ભાષાઓમાં એપ બનાવવામાં મદદ કરવાની જાહેરાત કરી હતી. ફેસબુકના સીઈઓ આજે દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીસાથે મુલાકાત કરી હતી. ઝુકરબર્ગ અને મોદી વચ્ચે થયેલી મુલાકાતમાં અનેક મુદ્દે ચર્ચા થઈ હોવાની માહિતી સૂત્રોએ આપી હતી. ઝુકરબર્ગે ભારત પ્રવાસ દરમ્યાન દુરસંચાર મંત્રી રવિશંકર પ્રસાદ સાથે મુલાકાત કરી ઈન્ટરનેટ વપરાશ મુદ્દે ચર્ચા વિચારણા કરી હતી.
પ્રથમવાર ભારતના પ્રવાસે આવેલા ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગ ગઈકાલે દિલ્હીમાં હતા. ત્યારે આજે તેઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર વડાપ્રધાન અને માર્ક ઝુકરબર્ગ સાથે થયેલી મુલાકાતમાં ભારતની ગ્રામીણ લોકોને ઈન્ટરનેટ સાથે કેવી રીતે જોડવા તે મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ અગાઉ અમેઝનના પ્રમુખ જેફ બેજોસ અને માઈક્રોસોફ્ટના હેડ સત્ય નડેલા ભારતનાં પ્રવાસે આવ્યા હતા. અને હવે ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગે ભારતની મુલાકાત લીધી છે.
0 comments:
Post a Comment
GIVE A COMMENT