Friday, 24 October 2014

કોહલીની માતાએ અનુષ્કા સાથે મુંબઈમાં કરી મુલાકાત, જલ્દી થઈ શકે છે લગ્ન

કોહલીની માતાએ અનુષ્કા સાથે મુંબઈમાં કરી મુલાકાત, જલ્દી થઈ શકે છે લગ્ન

 
મુંબઈ : ભારતના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી અને બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા જલ્દી લગ્નના બંધનમાં બંધાઈ શકે છે. ખબર છે કે કોહલીના પરિવારે અનુષ્કા અને તેના પરિવાર સાથે મુલાકાત કરી હતી. સુત્રોના જણાવ્યા પ્રમાણે બન્નેના પરિવારો જલ્દી લગ્નની તારીખની જાહેરાત કરે તેવી સંભાવના છે. વિરાટની માતા સરોજ મુંબઈમાં અનુષ્કાને મળવા પહોંચી હતી. તેમની સાથે વિરાટનો ભાઈ પણ હતો.
 
પહેલા પણ આવ્યા હતા સમાચાર
 
ઇંગ્લેન્ડ પ્રવાસમાં અનુષ્કા વિરાટને મળવા લંડન પહોંચી હતી, જ્યાં બન્ને એક જ હોટલમાં રોકાયા હતા. બીસીસીઆઈએ આ વાત ઉપર સફાઈ આપતા કહ્યું હતું કે વિરાટ અને અનુષ્કા જલ્દી લગ્ન કરનાર છે. જેથી તેમણે બન્નેને સાથે રહેવાની મંજુરી આપી હતી. આ સમયે અનુષ્કાએ લગ્નની વાતને ફગાવી દીધી હતી.
 
શાહરુખે કરાવ્યો હતો સ્વયંવર
 
અનુષ્કાના મિત્રોમાં સામેલ શાહરુખ ખાને આઈપીએલની ઓપનિંગ સેરેમનીમાં વિરાટ અને અનુષ્કાને લઈને મજાક કરી હતી. તેણે વિરાટના સ્વયંવરનું આયોજન કર્યું હતું અને તેણે અનુષ્કાની પસંદગી કરી હતી
.

0 comments:

Post a Comment

GIVE A COMMENT