Friday, 24 October 2014

આ દિગ્ગજો ઉપર વરસી ધનની વર્ષા, મધ્યમવર્ગમાંથી બની ગયા કરોડપતિ

આ દિગ્ગજો ઉપર વરસી ધનની વર્ષા, મધ્યમવર્ગમાંથી બની ગયા કરોડપતિ
(ફાઇલ ફોટો : ક્રિકેટર રવિન્દ્ર જાડેજા)
 
નવી દિલ્હી : આ દિવસોમાં દેશભરમાં દિવાળીની ધૂમ છે. ધનની દેવી લક્ષ્મીને રિઝવવા ભક્તો અલગ-અલગ પ્રકારે પૂજા કરે છે. હકિકતમાં ધનલક્ષ્મી એવા લોકો ઉપર પ્રશન્ન થાય છે જે પોતાની મહેનતથી પોતાનું નસીબ બદલવાની ક્ષમતા રાખતા હોય. આ પ્રસંગે અમે તમને બતાવી રહ્યા છીએ ભારતીય રમતોનો દિગ્ગજો વિશે જેમણે પોતાની મહેનતથી ધનલક્ષ્મીને પ્રશન્ન કર્યા છે અને ગરીબીના અંધકારમાંથી નિકળી ઉજાસ તરફ આવી ગયા છે.
 
10 રૂપિયામાં પસાર કરતો હતો દિવસ
 
આજે પ્રશંસકોમાં ‘સર’ના નામથી લોકપ્રિય રવિન્દ્ર જાડેજાએ એકસમયે ઘણો સંઘર્ષ કર્યો છે. આઈપીએલમાં 2012માં યોજાયેલી હરાજીમાં તેને ચેન્નાઈ સુપર કિંગ્સે 9.72 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આ એક સોદાએ જાડેજાની જીંદગી આખી બદલી નાખી હતી.

એકસમયે જાડેજા પાસે આખો દિવસ પસાર કરવા માટે ફક્ત 10 રૂપિયા હોતા. રાજકોટના મધ્યમવર્ગીય પરિવારમાંથી આવેલા રવિન્દ્ર જાડેજાના પિતા અનિરુદ્ધ સિંહ એક પ્રાઈવેટ સિક્યોરીટી એજન્સીમાં વોચમેનની નોકરી કરતા હતા. તેની બહેન નૈના એક હોસ્પિટલમાં નર્સ હતી.
 
જ્યારે રવિન્દ્ર ફક્ત 17 વર્ષનો હતો ત્યારે તેની માતાનું નિધન થયું હતું. માતાનું સપનું પુરા કરવા માટે જાડેજાએ દમ લગાવ્યો હતો અને આજે પોતે અલગ નામના મેળવી છે. હવે જાડેજા ઓડી જેવી મોંઘી ગાડીઓમાં ફરે છે. આજે તેનું એક રેસ્ટોરન્ટ છે. આ બધુ તેણે પોતાની મહેનતથી મેળવ્યું છે.

0 comments:

Post a Comment

GIVE A COMMENT