
દેશમાં સત્તા પરિવર્તનને 1 વર્ષ પૂર્ણ થવા આવ્યું છે. આગામી 26 મેના દિવસે નરેન્દ્ર મોદી સરકારના પોતાના કાર્યકાળને એક વર્ષ પૂરું થશે. આ પ્રસંગે મોદી સરકાર પ્રતે લોકોનો મત જાણવા માટે એક સર્વે કરવામાં આવ્યો છે. મોટા ભાગના લોકો મોદી સરકારના કામકાજથી ખુશ હોવાનું સર્વેમાં બહાર આવ્યું છે.
સર્વે પ્રમાણે મેટ્રો શહેરમાં 82 ટકા લોકો અને બીનમેટ્રોમાં 74 ટકા લોકોએ આર્થિક વિકાસના મોરચા ઉપર પણ સરકારને યોગ્ય ગણાવી હતી. ખાનગી ચેનલ દ્વારા કરવામાં આવેલા સર્વેમાં 59 ટકા લોકો માને છે કે મોદી સરકાર યોગ્ય દિશામાં આગળ વધી રહી છે. આ ઉપરાંત ગત વર્ષમાં ભ્રષ્ટાચારનો કોઇ હાઇપ્રોફાઇલ કેસ સામે આવ્યો નથી. આવી સ્થિતિમાં એક કારણ એ પણ છે કે લોકોને મોદી સરકાર પ્રતિ સારી ધારણ બની રહી છે.
મોદી સરકારના મંત્રીઓની વાત કરવામાં આવે તો સુષમા સ્વરાજ અત્યાર સુધી સૌથી સારા મંત્રી સાબિત થયા છે. 56 ટકા લોકો સુષમા સ્વરાજના કામને સારુ ગણાવ્યું છે. 31 ટકા લોકોએ સરેરાશ અને 13 ટકા લોકોએ ખરાબ ગણાવ્યું છે. સુષમા સ્વરાજ પછી ગૃહમંત્રી રાજનાથ સિંહનો નંબર આવે છે. રાજનાથ સિંહના કામને 50 ટકા લોકોને સારુ, 36 ટકા લોકોને સરેરાશ અને 14 ટકા લોકોને ખરાબ ગણાવ્યું છે. આ ઉપરાંત નાણામંત્રી અરૂણ જેટલીની વાત કરે તો તેમના કામને 48 ટકા લોકોએ સારુ, 28 ટકા લોકોએ ખરાબ ગણાવ્યું હતું. એચઆરડી મંત્રી સ્મૃતિ ઇરાનીના કામને 44 ટકા લોકોએ સારુ ગણાવ્યું હતું. આ સર્વેમાં 78 ટકા લોકો માને છે કે મોદી સરકારે જમીન સંપાદન બિલને પાછુ લેવું જોઈએ. |
|
0 comments:
Post a Comment
GIVE A COMMENT