- મિરઝાપુર કોર્ટ પાસેનો કિસ્સો
- વાક ચાતુર્યથી ગઠિયાએ યુવાનને પોતાની જાળમાં ફસાવ્યો
રાણીપમાં રહેતા યુવાને રૃપિયા ૨.૩૦ લાખ અમેરિકન ડોલર મંગાવ્યા હતા. ગઠિયાએ મીરજાપુર કોર્ટ પાસેેે યુવાનને બોલાવીને છ હજારના ૧૦૩ ડોલર કાગળમાં લપેટીને આપીને રૃપિયા ૨.૩૦ લાખ પડાવીને પલાયન થઇ ગયો હતો. આ અંગે શાહપુર પોલીસે છેતરપીંડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
રાણીપમાં અર્જુન આશ્રમ પાસે કેશવબાગ સોસાયટીમાં રહેતા અને કન્સ્ટ્ર્ક્શન કંપનીમાં નોકરી કરતા જગદીશભાઇ મુલચંદભાઇ પટેલ નામના યુવાનની બેઠક થલતેજ હેબતપુર ચાર રસ્તા પાસે આવેલી ચાની લારી પર હતી. જ્યાં એક વર્ષ અગાઉ લોબામ વેચનારા એક ફકીર સાથે મુલાકાત થઇ હતી ત્યારબાદ બન્ને વચ્ચે સબંધો ગાઢ બન્યા હતા. ગઇકાલે ફકીર યુવાનને મળ્યો હતો અને જગદીશ પટેલને કહ્યું કે એક પંદર વર્ષની અસ્થિર મગજની કિશોરીને બેગ મળી છે, તેમાંથી ૧૭ લાખના અમેરિકન ડોલર મળ્યા છે.
૬૫ રૃપિયાના ભાવના ડોલર ૫૦ રૃપિયામાં વટાવવાનુ ફકિરે કહ્યું હતું જેથી લાલચમાં આવીને યુવાને પોતાની પાસે ૨.૩૦ લાખની સગવડ હોવાનું કહ્યું હતું. જેથી આજે સવારે ફકીરે યુવાનને ફોન કરીને રૃપિયા લઇને જારજાપુર કોર્ટ પાસે આવેલી રાણીરૃપમતીની મસ્જીદ બોલાવ્યો હતો. જ્યાં આજે સવારે નવ વાગે ફકિરનો સાગરિત આવ્યો હતો. તેની પાસે ડોલર રૃમાલમાં બાંધેલા હતા યુવાનને વાતોમાં વાળીને રૃમાલનો એક છેડો છોડીને ડોલર બતાવીને રૃપિયા ૨.૩૦ લાખ લઇ લીધા હતા. ત્યારબાદ આંખના પલકારામાં ગઠિયો ડોલર ભરેલી થેલી યુવાનને આપીને ત્યાંથી પલાયન થઇ ગયો હતો.
યુવાને રૃમાલમાં બાંધેલા ડોલર ચેક કરતાં તેમાં ૨૦ના પાંચ અને એકના ત્રણ ડોલર કાગળમાં લપેટેલા હતા. પોતે છેતરાયો હોવાની જાણ થતાં તુરંત તેણે પોલીસ કન્ટ્રોલમાં ફોન કરીને જાણ કરતાં શાહપુર પોલીસ સ્ટેશનના પીઆઇ સહિત પોલીસ કાફલો ઘટના સ્થળ દોડી ગયો હતો અને તે પહેલાં ગઠિયો એરિયા છોડીને પલાયન થઇ ગયો હતો. આ અંગે પોલીસે છેતરપીડીની ફરિયાદ નોધીને ગઠિયા તેમજ ફકિરની શોધખોળ હાથ ધરી છે.
સામાન્ય પગારદારે રાતો રાત રૃપિયા કમાવા લાખો ગુમાવ્યા
અમદાવાદ, બુધવાર
અમેરિકન ડોલર મેળવીને રાતો રાત રૃપિયા કમાવવાની લાલચમાં કન્ટ્રક્શન કંપનીમાં મહિને નવ હજાર રૃપિયાના પગારદાર યુવાને સગા-સબંધી પાસેથી દિવાળીની ઉજવણી કરવાના બહાને રૃપિયા ૨.૩૦ લાખ એકઠા કર્યા હતા. જે રૃપિયા ગઠિયો લઇને પલાયન થઇ ગયો હતો.
ડોલર સાચા કે ખોટા તે નક્કી કરવામાં પોલીસ પણ મૂંઝવણમાં
અમદાવાદ, બુધવાર
અમેરિકન ડોલર વટાવવાના બહાને ગઠિયાએ યુવાનને પોતાની જાળમાં ફસાવીને આજે મીરજાપુર બોલાવીને ૧૦૩ ડોલર પધરાવીને રૃપિયા ૨.૩૦ લાખ લઇને પલાયન થઇ ગયો હતો. ડોલર સાચા કે ખોટા કે નક્કી કરવા માટે પોલીસ પણ મથામણ કરી રહી છે. આ અંગે શાહપુર પીઆઈ,આર.એસ.પટેલના જણાવ્યા મુજબ અમેરિકન ડોલર હોવાથી તે સાચા કે ખોટા તે નક્કી કરવા માટે એફએસએલમાં મોકલી આપ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ સત્ય હકીકત બહાર આવશે.
0 comments:
Post a Comment
GIVE A COMMENT