Thursday, 23 October 2014

'ફક્ત કોમેડિયન તરીકે ઓળખાવું ગમતું નથી'

-મેં વિવિધ ભૂમિકાઓ કરી છેઃ રાજપાલ યાદવ

-ભોપાલ ગેસ ટ્રેજેડી વિશેની આગામી ફિલ્મ

મુંબઇ તા.23 ઓક્ટોબર 2014
મેં અત્યાર સુધીમાં વિવિધ ફિલ્મોમાં વિવિધ ભૂમિકા ભજવી છે છતાં મારા નામ સાથે કોમેડિયન શબ્દ શી રીતે જોડાઇ ગયો ? મને ફક્ત કોમેડિયન તરીકે ઓળખાવું પસંદ નથી એમ અભિનેતા રાજપાલ યાદવે કહ્યું હતું.
ભોપાલ ગેસ ટ્રેજેડી વિશે રજૂ થનારી ભોપાલઃ અ પ્રેયર ફોર રેઇન ફિલ્મમાં ભૂમિકા કરી ચૂકેલા રાજપાલે વધુમાં કહ્યું હતું કે આ મારી પહેલી હોલિવૂડ ફિલ્મ હશે.
આ ફિલ્મ પાંચમી ડિસેંબરે રજૂ થવાની છે.  આ ફિલ્મને એ પોતાની ત્રિવેણી ગણાવે છે. આ સિરિઝની બીજી બે ફિલ્મોનાં નામ છે- મૈં માધુરી દીક્ષિત બનના ચાહતી હું અને મૈં, મેરી પત્ની ઔર વો.

જો કે છેલ્લા કેટલાક સમયથી રાજપાલ કોર્ટ કચેરીના કેસ અને પોલીસ કેસમાં દોડાદોડ કરી રહ્યો છે. ભેાપાલ અંગેની ફિલ્મ પોતાને નવી ઊંચાઇ બક્ષે એવી એને આશા છે.

0 comments:

Post a Comment

GIVE A COMMENT