જાહેરાતનાં બે વર્ષ બાદ પણ યોજના કાગળ પર :ગુજરાત ટેકનોલોજીકલ યુનિર્વસિટી સાથે ૪૨૫થી વધારે કોલેજો જોડાયેલા છે : લાંબા સમયથી નિર્ણય કરાયો નથી
અમદાવાદ, તા.૨૩,ગુજરાત ટેકનોલોજીકલ યુનિર્વસિટી સાથે હાલ ૪૨૫થી વધારે કોલેજો જોડાયેલી છે. આ કોલેજમાં હજારો વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. આ વિદ્યાર્થીઓની પરીક્ષા જીટીયુ દ્વારા લેવાતી હોય છે. વિદ્યાર્થીઓની સંખ્યા વધારે હોવાથી યુનિર્વસિટીની સ્થાપના થઈ ત્યારથી દરેકની બેઠક વ્યવસ્થા પોતાની કોલેજોમાં જ રખાતી હતી. કેટલીક કોલેજોમાં બેફામ ગેરરીતીઓ થતી હોવાની ફરીયાદો બાદ જુદી જુદી ૧૫ કોલેજોનું કલસ્ટર બનાવીને વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા અન્ય ગોઠવવાની જાહેરાત કરાઈ હતી. આヘર્યની વાત એ કે કુલપતિએ આ વાતની જાહેરાત કર્યાને બે વર્ષ જેટલો સમય થવા આવ્યો છે. આમ છતાં હજુ સુધી પરીક્ષામાં કલસ્ટર સિસ્ટમ દાખલ કરાઈ નથી.
પ્રાપ્ત થતી માહિતી મુજબ જીટીયુ સાથે જોડાયેલી ડિપ્લોમા-ડિગ્રી એન્જીનીયરીંગ, ફાર્મસી, એમબીએ, એમસીએ, એમઈ અને એમફાર્મ સહિતની કોલેજોમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓની પરીક્ષાની બેઠક વ્યવસ્થા જે તે કોલેજોમાં રખાય છે. નિયમ પ્રમાણે વિદ્યાર્થીઓ જે કોલેજમાં અભ્યાસ કરતાં હોય તેની બેઠક વ્યવસ્થા અન્ય કોલેજોમાં રાખવાની હોય છે. પરંતુ જીટીયુની સ્થાપના થઈ ત્યારથી બેઠક વ્યવસ્થા જે તે કોલેજમાં રખાય છે, સુત્રો દ્વારા પ્રાપ્ત થતી માહિતી મુજબ કેટલીક સ્વનિર્ભર કોલેજો આ પ્રકારની બેઠક વ્યવસ્થાનો લાભ લઈને વિદ્યાર્થીઓને ગેરરીતીઓ કરાવતી હોવાની ફરિયાદો અનેક વાર બહાર આવી છે. ચોક્કસ સ્વનિર્ભર કોલેજો પોતાનું રેન્કીંગ જાળવી રાખવા માટે વિદ્યાર્થીઓને ગેરરીતીઓ કરાવીને પરિણામ ઉચું લાવતી હોવાની ફરિયાદો પણ જીટીયુ સુધી પહોંચી હતી. જેના કારણે જીટીયુના વાઈસ ચાન્સેલર અક્ષય અગ્રવાલે થોડા સમય પહેલા જીટીયુ સાથે જાડેયાલી તમામ કોલેજોનું કલ્સ્ટર બનાવીને પરીક્ષાની બેઠક ગોઠવવાની જાહેરાત કરી હતી. એક જ વિસ્તારમાં આવતી ૧૫ જેટલી કોલેજોનું કલસ્ટર બનાવીને એક કોલેજમાં અબ્યાસ કરતાં વિદ્યાર્થીઓને નજીકની જ અન્ય કોલેજમાં પરીક્ષાની બેઠક વ્યવસ્થા આપવી તેવું નક્કી કરાયું હતું.
0 comments:
Post a Comment
GIVE A COMMENT