અમદાવાદ, ઓક્ટોબર, 2, 2014
ગાંધીજી કોઈની મદદ લે તો તેમને કોઈને કોઈ વળતર અચુક આપતા હતાં. ૧૯૩૦માં દાંડીયાત્રા વખતે ૧૩મી માર્ચે યાત્રા અમદાવાદ પાસે બારેજા ગામે પહોંચી હતી. એ ગામમાં ગ્રામસભા હતી અને સભાને પાણી આપવાનું કામ ગામના કુંભાર શંકરભાઈ પ્રજાપતિએ કર્યુ હતું. પાણી પાવાના કામ સાથે ગાંધીજીએ શંકરભાઈ તથા તેમના દીકરા ઈશ્વરભાઈને પત્રિકાઓ વહેંચવાનું કામ સોંપ્યુ હતું. પત્રિકા વહેંચ્યા પછી એક પત્રિકા શંકરભાઈએ વાંચવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ચશ્માંના અભાવે વાંચી શકતા નહોતા. ગાંધીજીનું ધ્યાન પડયુ એટલે તેમણે શંકરભાઈને પુછ્યું કે તમને વાંચતા નથી આવડતું? ત્યારે શંકરભાઈએ કહ્યું કે વાંચતા તો આવડે છે, પણ ચશ્માં વગર નથી દેખાતુ. એટલે ગાંધીજીએ તુરંત તેમને પોતાના ચશ્માં કાઢીને આપ્યા હતાં. વાંચ્યા પછી શંકરભાઈએ ચશ્માં પરત આપ્યા ત્યારે ગાંધીજીએ કહ્યું કે હું આ ચશ્માં તમને ભેટ આપતો જાઉ છું. મારી પાસેના આ ચશ્માં વધારાના છે એટલે મને કશી તકલિફ નહીં થાય. બારેજા સ્થિત શંકરભાઈના પૌત્ર ભરતભાઈએ એ ચશ્માં કવર સાથે સાચવી રાખ્યા છે.
.jpg)
0 comments:
Post a Comment
GIVE A COMMENT