Friday, 24 October 2014

સોશિયલ સાઇટ્સમાં સ્ટારસંતાનોની બોલબાલા


બોલિવૂડના કલાકારો સોશિયલ મીડિયાખાસ ટ્વિટર પર ફિલ્મનાં પ્રમોશનથી માંડીને અંગત મત વ્યક્ત કરવાની એકેય તક ચૂકતા નથી. ચાહકોપ્રેક્ષકવર્ગ સાથે સીધા સંકળાવાના આ માર્ગને કલાકારોએ જીવનનું એક અંગ બનાવી દીધું છે ત્યારે બોલિવૂડમાં નવો ટ્રેન્ડ શરૂ થયો છેહવે સ્ટારસંતાનો ટ્વિટર પર એકાઉન્ટ ખોલાવી રહ્યાં છે. હિંદી સિનેજગતના માંધાતા અમિતાભ બચ્ચનની બે વર્ષની પૌત્રી આરાધ્યા સહિત અનેક કલાકારોનાં સંતાનોનાં ટ્વિટર એકાઉન્ટ્સ છે અને તેના ફોલોઅર્સની સંખ્યા નોંધપાત્ર છે. પાકિસ્તાની અભિનેત્રી વીણા મલિકે તાજેતરમાં નવજાત પુત્ર અબરામનું ટ્વિટર એકાઉન્ટ શરૂ કર્યું અને ટૂંકા ગાળામાં અબરામના હજારો ફોલોઅર્સ થયા હતાજોકે મોટાભાગના સેલિબ્રિટીના સંતાનોનાં પોતાના એકાઉન્ટ નથીપરંતુ ફેનક્લબ દ્વારા આવાં એકાઉન્ટ ખોલવામાં આવ્યાં છે. મેગાસ્ટાર અમિતાભની પૌત્રી આરાધ્યા સૌથી પ્રખ્યાત સ્ટારસંતાન છે, તેની ફેનક્લબે ખોલેલાં એકાઉન્ટમાં વાંચવા મળે છે કે, 'અભિષેક અને ઐશ્વર્યાની પુત્રી અને ભારતની પ્રથમ અને એકમાત્ર સેલિબ્રિટી બેબી આરાધ્યા બચ્ચનને સર્મિપત.તે પોતે મિની સ્ટાર છે. આરાધ્યાનાં શાહરુખ અને ગૌરીનાં સંતાનો સુહાના અને આર્યનની ફેનક્લબે બંનેનાં અલગ અલગ ટ્વિટર એકાઉન્ટ ખોલ્યાં છે. સુહાનાની ફેનક્લબ ટ્વિટર પર કાર્યશીલ રહે છે. ૧૪ વર્ષીય સુહાનાની ફેનક્લબે બે વર્ષ પહેલાં ફેબ્રુઆરીમાં ટ્વિટર એકાઉન્ટના ફેનપેજમાં તેના માટે સંદેશા અને તેનાં માતા-પિતા માટે શુભેચ્છા પાઠવી છેતેમાં શાહરુખ અને તેના પરિવારની જૂની તસવીરો પોસ્ટ કરવામાં આવી છે. સુહાનાની જેમ ૧૬ વર્ષીય આર્યન પણ ટ્વિટર પર પ્રખ્યાત છેતેની ફેનક્લબ માર્ચ૨૦૧૨માં શરૂ કરાઈ હતીતેને અનેક લોકોએ ફોલો કર્યો છે. આ પેજમાં આર્યનની ગતિવિધિઓ જ નહીં પરંતુ તેનાં માતા-પિતા અને તેનાં ભાઈબહેનો અંગે માહિતી આપવામાં આવે છે. બોલિવૂડના સિરિયલ કિસર અભિનેતા ઇમરાન હાશ્મીના તાજેતરમાં જીવલેણ કેન્સરની બીમારીમાંથી બહાર આવેલા પુત્ર અયાન હાશ્મીની પણ ટ્વિટર પર ફેનક્લબ કાર્યરત છે. ચાર વર્ષના અયાનના પેજ પર તેની અનેક તસવીરો અને તેનાં માતા-પિતાની તસવીરો પોસ્ટ કરવામાં આવી છેઉપરાંત ઇમરાનની આગામી ફિલ્મો અને કેન્સરની બીમારીની અયાનની સારવાર અંગે અપડેટ આપવામાં આવે છે. શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાના પુત્ર વિઆનનો ૨૦૧૨માં જન્મ થયો હતો. વિઆનનાં કવરપેજ પર ઇસ્કોન મંદિરમાં જન્માષ્ટમીની ઉજવણી સમયે માતા-પિતા સાથેની તસવીર મૂકવામાં આવી છે. બે વર્ષના વિઆને અમિતાભની પૌત્રી આરાધ્યાને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. અભિનેત્રી સેલિના જેટલીનાં ટ્વિન સંતાનો વિરાજ અને વિન્સ્ટનનું પણ ટ્વિટર એકાઉન્ટ છે.

0 comments:

Post a Comment

GIVE A COMMENT