કચ્છ, 17 ઓક્ટોબર
હ્રિતિક રોશનની ફિલ્મ બેંગ બેંગ હિટ ગયા પછી અને નવેમ્બર મહિનાથી જ તેની વધુ એક ફિલ્મ મોહેંજો દડોનું શૂટિંગ શરૂ થવાનું છે. સૂત્રો દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે 25 નવેમ્બરથી આ ફિલ્મનું શૂટિંગ કચ્છમાં શરૂ થવાનું છે. સરેરાશ બે મહિના સુધી કચ્છમાં આ ફિલ્મનું શૂટિંગ ચાલે તેવો અંદાજ છે. હાલ ફિલ્મના ટીમ મેમ્બર્સ દ્વારા ભુજની મુલાકાત પણ લેવામાં આવી હતી.
ફિલ્મની ટીમ દ્વારા ભુજની મુલાકાત લઈને અહીંના સ્થાનિક ક્રાઉડ અને સંજોગોને સમજવા માગે છે. ફિલ્મના શૂટિંગમાં સરેરાશ 500 સ્થાનિક લોકોનો પણ સમાવેશ કરવામાં આવશે. આ ફિલ્મમાં હ્રિતિક રોશન અને પુજા હેગડે લીડ કલાકારો છે. ફિલ્મનું ડિરેક્શન અને પ્રોડક્શન આશુતોશ ગોવારીકર કરવાના છે. આ પણ એક રોમેન્ટીક ફિલ્મ છે. આશુતોષ ગોવારિકરની લગાન ફિલ્મનું શૂટિંગ પણ કચ્છમાં કરવામાં આવ્યું છે. હકીકતમાં આશુતોષ આ ફિલ્મ 2011માં શરૂ કરવા માગતાહતા પરંતુ ત્યારે હ્રિતિક પાસે ડેટ ના હોવાથી આ ફિલ્મ આટલી ડિલે થઈ છે પરંતુ હવે હ્રિતિકે આ ફિલ્મને પ્રાયોરિટીમાં લેવાનું નક્કી કર્યું છે.
ગુજરાતીમાં મોહેંજોદડોનો અર્થ થાય છે, મરેલાંઓનો ટીંબો, સિંધમાંનું પ્રાગિતિહાસકાળનું નીકળેલું એક નગર ટીંબો ખોદતાં મળી આવેલું (આશરે ઈ.પૂ. ૩૦૦૦ થી ૩૫૦૦ની એક સંસ્કૃતિને સાચવતું, જેવું પંજાબમાં 'હરપ્પા'નું, સૌરાષ્ટ્રમાં બીજાં કેટલાંક સ્થળો સાથે અમદાવાદના ધોળકા તાલુકાના લોથલના ટીંબા પરનું, કચ્છનાં અનેક સ્થાનો સાથે સૂરકોટડાનું વગેરે) એવો થાય છે.

~~FROM SANDESH~~~
0 comments:
Post a Comment
GIVE A COMMENT