દહીં ઘરમાં વપરાતું સસ્તું અને સારું બ્યુટી પ્રોડક્ટ છે. દહીં પોષકતત્ત્વોથી ભરપૂર છે. દહીંમાં વિટામિન એ, બી, કેલ્શિયમ, આયર્ન, પોટેશિયમ અને મિનરલ હોય છે, જે સ્કિન માટે બહુ સારાં ગણવામાં આવે છે. હેલ્થ ડિસ્ટર્બ થતાં તેની સીધી અસર આપણી સ્કિન પર પણ થતી હોય છે, જ્યારે દહીં શરીરના આંતરિક ડિસ્ટર્બન્સને બેલેન્સ કરે છે અને ત્વચાને હેલ્ધી બનાવે છે. તદુપરાંત આપણી પાચનશક્તિને પણ બધુ મજબૂત બનાવે છે. દહીં એક નેચરલ એન્ટિ બાયોટિક પણ છે, જે શરીરને નુકસાન કરતા બેક્ટેરિયાનો નાશ કરે છે, સાથે સાથે સૌંદર્યવર્ધક તરીકે પણ કામ કરે છે.
સ્કિન કેર માટે દહીંનો ઉપયોગ …
- દહીં ઓઇલી સ્કિન માટે અને ખીલની સમસ્યામાં ઉપચારનું કામ કરે છે. ખીલ બહુ થતા હોય તો ફેસ પર રોજ દહીં લગાવો અને વીસ મિનિટ બાદ ચહેરાને ધોઈ લો. આ પ્રયોગ નિયમિત કરવાથી ખીલ અને ઓઇલી સ્કિનને લીધે થતી સમસ્યાથી છુટકારો મળે છે.
- સ્કિન પર ડાઘ કે ધબ્બા પડી ગયા હોય કે તાપને લીધે સ્કિન બ્લેક થઈ ગઈ હોય તો પણ દહીંનો ઉપયોગ કરવાથી સ્કિનટેન દૂર થાય છે. ઘણી વાર ખીલને ખોદવાથી કે ખંજવાળવાથી સ્કિન વધુ ડે મેજ થઈ જાય છે. આ સમસ્યા માટે દહીંમાં બેસન, હળદર મિક્સ કરીને વીસ મિનિટ ચહેરા પરના ઘા પર લગાવો ઘા રૂઝાઈ જશે અને તેનું નિશાન પણ નહીં રહે.
- દહીં સ્કિન માટે એક સારા સ્ક્રર્બનું પણ કામ કરે છે. દહીંમાં ચોખાનો અથવા બદામનો પાઉડર મિક્સ કરીને તેની પેસ્ટ બનાવી લો. તેને ચહેરા પર અને ગરદન પર લગાવીને હળવે હાથે ઘસો. પંદરથી વીસ મિનિટ રગડયા પછી ચહેરાને ઠંડા પાણીથી ધોઈ લો.
- સ્ક્રર્બ ક્રીમની જેમ તમે દહીંનો ઉપયોગ કરીને ફેસમાસ્ક પણ બનાવી શકો છો. બે ચમચી દહીંમાં એક ચમચી મધ, એક ચમચી બેસન, એક ચમચી ચોકર (ઘઉંના લોટનું થૂલું) ઉમેરીને પેસ્ટ બનાવો. વીકમાં એકાદ વખત આ પેસ્ટને ચહેરા પર વીસ મિનિટ માટે લગાવો અને પછી ઠંડા પાણીથી ફેસને ધોઈ લો.
- સ્કિનની કેર કરતું દહીં વાળને પણ મુલાયમ રાખે છે. જો વાળ રફ અને ડ્રાય થઈ ગયા હોય તો શેમ્પૂ કરતાં પહેલાં વાળ પર દહીં લગાવી દો. અડધા કલાક બાદ વાળ ધોઈ લો, વાળ મુલાયમ થઈ જશે.
આવો જાણીએ દહીં વિશેના કેટલાક આયુર્વેદિક સિદ્ધાંતો ….
- હંમેશા તાજુ અને શુદ્ધ માટીનાં વાસણમાં ઘરે બનાવેલું દહીં હોય તો તે અત્યંત ગુણકારી હોય છે.
- રાતે દહીંનુ સેવન ના કરવું જોઇએ જો દહીં ખાવું જ હોય તો તેમાં સંચળ,ખાંડ કે મધની સાથે જ કરવો જોઇએ.
- માંસાહારની સાથે દહીંનુ સેવન એ વિરુદ્ધ આહાર માનવામાં આવે છે.
- ઝાડા થયા હોય કે અતિસારનાં દર્દીઓ માટે દહીં એ દવાનું કામ કરનારી હોય છે, પર સામાન્ય અવસ્થામાં તે કબજિયાત કરી શકે છે.
- ગરમીની સિઝનમાં જ્યારે લુ ચાલી રહી હોય ત્યારે દહીંની લસ્સી ઊર્જાને પ્રદાન કરનારી માનવામાં આવે છે આ ઉપરાંત તે શરીરમાંથી પાણીની ઉણપને દુર કરે છે.
- જે લોકો રોજ નૃત્ય કે ડાન્સ કરતા હોય તેવાં લોકો માટે દહીં એ અતિ ગુણકારી છે.
- મધુપ્રમેહથી પીડિત રોગીઓમાં દહીંનુ સેવન સંયમથી કરવું જોઇએ.
- ચીકાશપડતો અતિસાર આવે તો તેમાં દહીં એ રામબાણ આયુર્વેદિક દવા છે.
- તાજુ દહીં બાળકોનાં પેટ સંબંધી વિકારોને દુર કરે છે.
- જ્યારે ખાંસી, શરદી, કાકડા અને શ્વાસની તકલીફ હોય ત્યારે દહીંનુ સેવન ના કરવું જોઇએ.
- ત્વચાના રોગોમાં દહીંનુ સેવન કોઇ ચિકિત્સકના માર્ગદર્શન હેઠળ જ કરવું જોઇએ.
- જરૂર કરતાં વધારે માત્રામાં દહીં લેવાનું ટાળવું જોઇએ.
- પાઇલ્સનાં રોગીઓએ પણ દહીંનુ સેવન ડોક્ટરનાં નિર્દેશન હેઠળ જ કરવું જોઇએ.
0 comments:
Post a Comment
GIVE A COMMENT