સેમસંગે આ વર્ષે જ એપ્રિલ મહિનામાં પોતાના એસ5 મોડલના ફોનને લોન્ચ કર્યો હતો. જોકે હવે કોઈ ખાસ કારણોસર કંપનીએ આગોતરી જાહેરાત કર્યા વગર જ પોતાના સ્માર્ટફોન ગેલેક્સી એસ5 અને તેના 4જી વર્ઝનવાળા મોડેલની કિંમતોમાં ધરખમ ઘટાડો જાહેર કર્યો છે. આંકડાઓ પર નજર ફેરવીએ તો ખ્યાલ આવે છે કે સેમસંગ ગેલેક્સી એસ5ની કિંમત કંપનીના ઓફિશિયલ ઓનલાઈન સ્ટોર પર પહેલા 43,250 રૂપિયા હતી. પરંતુ હવે આ ફોન 37,500 રૂપિયામાં વેચાઈ રહ્યો છે. સેમસંગ ગેલેક્સી એસ5 4G એલટીઈ હવે 45,290 રૂપિયાની જગ્યાએ 40,300 રૂપિયામાં વેચાઈ રહ્યો છે.
નોંધનીય છે કે સેમસંગ ગેલેક્સી એસ5નું વેચાણ એપ્રિલમાં રૂ. 51,500 થી શરૂ થયું હતું. ગેલેક્સી એસ5 4G એલટીઈનું વેચાણ રૂ. 53,448માં જુલાઈમાં શરૂ થયું હતું. લોન્ચિંગ વખતની કિંમતની સરખામણી કરીએ તો, ગેલેક્સી એસ5ની કિંમત 14,000 રૂપિયા જ્યારે ગેલેક્સી એસ5 4G એલટીઈની કિંમત 13,148 રૂપિયા ઓછી ગઈ છે.
સેમસંગની સાઈટ પર ફોનની આ ઘટાડાયેલી કિંમત દેખાડાઈ રહી છે. જોકે આ સ્માર્ટફોનની કિંમતમાં કાપ ફેસ્ટિવલ ઓફર હેઠળ થોડા સમય માટે કરાયો છે કે પછી તેની કિંમત હંમેશા માટે આટલી કરી દેવાઈ છે એ હજી સ્પષ્ત થઈ શક્યું નથી.
0 comments:
Post a Comment
GIVE A COMMENT