Friday, 24 October 2014

દિવાળીમાં મુખવાસનો ભાવ અને ખરીદીનું પ્રમાણ વધ્યું

- દિવાળી આવતા બજારમાં વિવિધ પ્રકારના મુખવાસ ખરીદવા ભીડ જામી

- પહેલાના સમયમાં મુખવાસમાં સાકર, ટોપરુ, વળીયાળી જેવી વાનગી મુખવાસમાં અપાતું

દિવાળીના દિવસે અને નવા વર્ષે ઘરે આવતા મહેમાનને આપણા ભારતીય સમાજમાં સ્વાગત કરવાની પરંપરા વર્ષોથી જળવાઈ રહી છે. આવતાની સાથે મહેમાનને પાણી કે ચા આપીયે છીએ તો ઘણા સમાજમાં મુખવાસ આપે છે. ઘણી જગ્યાએ જમ્યા બાદ મુખવાસ આપવામાં આવે છે ટુંકમાં ઘરમાં મુખવાસ એ એક આગવી જરુરત બની ગયું છે.
વર્ષો પહેલા ભારતીય પરંપરા મુજબ સાકર, ટોપરુ, વળીયાળી જેવી વાનગી મુખવાસમાં અપાતી હતી આજે પણ ઉત્તર ગુજરાતના ઘણા ગામોમાં આ પ્રથા જળવાઈ છે પણ સમયની સાથે સમાજ, માર્કેટ અને ટેસ્ટ બધુ બદલાયું છે જેના લીધે મુખવાસમાં અવનવી વેરાયટી આવી છે લગભગ ૨૦૦થી પણ વધારે મુખવાસ અમદાવાદમાં એકજ દુકાને મળી  રહે છે.
આ અંગે કાલુપુર માં મુખવાસના વેપારી રમેશ પરમાર કહે છે કે દિવાળીમાં  ડ્રયફ્રુટ ખરીદનાર ઓછા જોવા મળે છે પણ મુખવાસ ખરીદનાર વધુ જોવા મળે છે. મુખવાસ અમદાવાદમાં ઘણી જગ્યાએ ગૃહઉધોગ દ્વારા બનાવામાં આવે છે અને ૫૦ ટકા જેટલા મુખવાસને ગુજરાત બહારના વિવિધ શહેરોમાંથી આયત કરવામાં આવે છે. જયપુર અને કોલકતાથી મુખ્યત્વે પાન મંગાવામાં આવે છે. ત્યાંના પાન ઘણા પ્રસિધ્ધ છે અમિતાભે કલકતાના પાનને વધુ ફેમસ કરી નાંખ્યો છે જેથી કરીને અમદાવામાં પણ લોકો કલકત્તી પાન ખાવાના શોખીન થઈ ગયા છે.
દિવાળીના ત્યોહારોમાં ખુશીઓની સાથે મુખવાસની પણ સુંગધ લહેરાય તેના માટે મુખવાસ ખાવામાં આવે છે જે કાયમ રહેશે.

મુખવાસની પરદેશમાં માંગ
મુખવાસને વિવિધ દેશોમાં મોકલવામાં આવે છે. જેમાં લંડન, અમેરીકા અને કેનેડા જેવા દેશો મોખરે છે આ દેશોમાં મોટા પ્રમાણમાં આમ સોપારીની વેરાઇટી, આમ ગોટલી એમ વિવિધ પ્રકારના મુખવાસ મસાલા મોકલાય છે.

મુખવાસ વિશે જાણવા જેવું
* જુના સમયમાં મુખવાસમાં ટોપરુ, ખારેક, સાકર વપરાતા
* મુખવાસએ મહેમાનના સ્વાગત વખતે અપાય છે
* સાકર અને ટોપરુ આપવું એ સુકન મનાય છે
* ઘણા સમાજમાં લગ્ન વખતે મુખવાસ વરરાજા પોતાની સાળીઓને  સુકુન ગણી ખાવા આપે છે

0 comments:

Post a Comment

GIVE A COMMENT