ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા તાજેતરમાં લેવાયેલી ધો ૧૧- ૧૨ સાયન્સની પ્રથમ અને ત્રીજા સેમેસ્ટરના પરિણામની આન્સર કી બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર મૂકી દેવાઇ છે. બોર્ડના પરીક્ષા સચિવે જણાવ્યું કે આ કી પ્રોવિજનલ છે. જે કોઇ વિદ્યાર્થીને ફરીયાદ કે રજૂઆત કરવાની હોય તો પરીક્ષા સચિવને રૃબરૃમાં પોસ્ટ, કુરિયરથી મોકલી શકશે.
તા ૨૮ ઓક્ટોબરે સાંજના પાંચ વાગ્યા સુધીમાં રજૂઆત આપવાની રહેશે. વિદ્યાથીઓની રજૂઆત પછી જો કોઇ સુધારાવધારા કર્યા બાદ ફાઇનલ કી ૩જી નવેમ્બરની આસપાસ મુકી દેવાશે. આન્સર કીમાં જવાબ પર લાલ કલર કરાયો છે.

0 comments:
Post a Comment
GIVE A COMMENT