- મારામારી કર્યા મામલો બીચકાયો અને તીક્ષ્ણ હથિયારથી હુમલો શરુ કરાયો
- પોલીસ ઘટના સ્થળે હાજર હોવાથી સ્થિતિ પર કાબુ મેળવવામાં મદદ કરી
અમેરિકાનાં ટેક્સાસમાં બે બાઈકર્સ ગેંગ વચ્ચે થયેલા ગોળીબારમાં ઓછામાં ઓછા 9 જેટલા લોકોનાં મોત થયા છે. આ ગોળીબાર એક રેસ્ટોરાંટમાં થયો છે, હુમલામાં ઘણા લોકો ઘાયલ થવાનાં પણ સમાચાર છે.
સ્થાનિક મીડિયાએ જણાવ્યું છે કે વાકોનાં ટ્વિન પીક્સ રેસ્ટોરાંટમાં બપોરનાં સમયે થયેલા ગોળીબારમાં આઠ લોકોનાં ઘટના સ્થળે જ મોત થયા છે અને અન્ય વ્યક્તિએ બાદમાં હોસ્પિટલમાં જીવ ગુમાવ્યો છે. પોલીસે જણાવ્યું કે બે જુથો વચ્ચે પહેલા મારપીટ થઈ ને બાદમાં તેઓએ એકબીજા સાથે સાંકળ, છરી અને બંદૂકોથી હુમલો કર્યો.
જો કે હજુ જાણવા નથી મળ્યું કે મૃતકોમાં ઘટનાસ્થળ પાસે ઉભેલા લોકો પણ સામેલ છે કે નહીં. જો કે, રેસ્ટોરાંટના સ્ટાફે ફેસબુક પર જણાવ્યું કે રેસ્ટોરાંટમાં ગોળીબાર થઈ, પરંતુ સારુ છે કે તે દરમ્યાન પોલીસ અધિકારીઓ ત્યા હાજર હતા અને સ્થિતિ પર કાબુ મેળવવામાં મદદ કરી રહી હતી.
0 comments:
Post a Comment
GIVE A COMMENT